Archive

Posts Tagged ‘article’

ઑપરેશન પાવાગઢ ક્લીન અમદાવાદ ગ્રૂપ દ્વારા

ફેબ્રુવારી 1, 2010 8 comments

આપણે અવાર નવાર છાપા ઑ મા, ટીવી ચેનલોમા, મેગેજીન મા વાંચતા હોઈયે છિયે ગ્લોબલ વોર્મિંગ, પ્રદુષણ જેમ કે હવાપ્રદુષણ, જળપ્રદુષણ, ધ્વનીપ્રદુષણ વગેરે-વગેરે……!!!! પણ શુ આપણે ખરેખર્ કાળજી કરિયે છિયે..???આવા કુદરતી શોદર્યનિ…??? શુ આપણે ખરેખર્ ખબર છે કે આપણા જીવન મા કુદરતી શોદર્યનિ શુ મહત્વ છે..???

હુ મારી આ પોસ્ટ દ્વારા તમારી સાથે થોડુ-ઘણુ શેર કરવા માગુ છુ જે ખાલી ઍક ઉદાહરણ કહી સકાય…
નીચેની તસ્વીરો ને જુઓ આ ફોટાઓ પાવાગઢ મંદિર ની જગ્યા ના છે. જે બરોડા ની નજીક ઍક પ્રસિદ્ધ પૂરણુ કાલિકા માતાજી નુ મંદિર આવેલુ છે.

દુનિયા ના ઘણી જગ્યા ઍ થી યાત્રાળુ આયી માં ના દર્શના માટે આવે છે. પણ, માણસો ઍ ભૂલી જાઇ છે કે આ આજુબાજુની હરીયાળી, આ વાતાવરણ ઍ આ કુદરત ની જ અકે ગિફ્ટ છે. અને પોતાની સાથે લાવેલી ખાવા પીવાની વસ્તુઓ કાગડ, પ્લાસ્ટીક ની કોથડીઓ તથા અન્ય કચરો ત્યાજ નાખી અને આ કુદરતી ભેટ ની પ્રદુષિત કરે છે.
પણ, થોડાક લોકો આ બાબત મા જાગૃત થયા છે, અને તે લોકો આ બાબત ને ગંભીર ગની અને તરતજ આ જગ્યા ઍ થી કચરો સાફ કરવાનુ અકે અભ્યાન ચલાવ્યુ હતુ….

નીચેની તસ્વીરો મા તમે જોઈ સકો ઍક ગ્રુપ દ્વારા આ જગ્યા ની સાફ કરવાની જુંબેશ હાથ ધરી હતી આ ગ્રુપ આઇ-ટી ફિલ્ડ અમદાવાદ ના મિત્રો નુ છે. જેમણે પાવાગાડ જઈ અને ત્યા પ્લાસ્ટીક ની કોથડીઓ અને પ્રદુસીત કચરા ને સાફ કરવાનો ઍક
સારો પ્રયત્ન કર્યો હતો.

ઉપરની તસ્વીરો આપણે બધા ને ઍક સારો અને સીખ્વા જેવો મેસેજ આપે છે. કે આપણે રસ્તા,રોડ તથા આવા કુદરતી અને રમણીય સ્થળો પર કચરો ફેકતા હોઈયે છિયે
મારી તમને આટલી ખાસ પ્રાર્થના છે કે આપણે આપણા મિત્રો મળી આવી નાની-નાની કોશિસ કરિયે અન જો
ભલે આપણે કચરો સાફ ના કરી સક્યે પણ આપણે આવી જગ્યા ઍ આમતેમ કચરો ના ફેકિયે.. ઍટલુ તો કરીજ સક્યે ને….????

પણ અકે વાત જાણી ને થોડુ દુખ થયુ…જ્યારે પાવાગઢ મંદિર ના લોકો ને આ બાબત ની વાત કેરી તો તેલોકો નો સારો પ્રતિઉત્તર ના મળ્યો…. તેમણે ઉત્તર આપ્યો કે….“યે સબ તો ચલ્તા રહેતા હે, હમ ક્યા કર સક્તે હે”…..!!!”

હૂ સૈલેશ ભાઈ મિસ્ત્રી નો આભાર માનુ છુ કે જેમણે આ ખૂબ સરસ અને અમૂલ્ય અભિયાન મા ભાગ લીધો હતો અને મને આ બધી તસ્વીરો આપી..

પ્રિય મિત્રો જો તમે આ ગ્રૂપ મા જોડાવા માંગતા હોવ તો લિંક પર ક્લિક કરો….


અથવા નીચેના ઈ-મેલ આઇડી પર મેલ કેરી અમારો સંપર્ક કરો

jignesh23@gmail.com

આભાર…

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements

સંબંધો-કાચનાં રમકડાં

ઓક્ટોબર 14, 2009 1 comment

nit
દરેક વસ્તુની એક સીમા હોય છે. એ સીમાને અનુસરવી ખૂબ જ જરૂરી હોય છે. જો એ સીમાનું પાલન કરવામાં આવે તો વિકાસ થઈ શકે, નહિતર વિનાશ પણ થઈ શકે. સંબંધોને પણ આ જ વાત લાગુ પડે છે. સંબંધોની સીમા તો અતિશય નાજૂક હોય છે. એટલે જ સંબંધો એ કાચનાં રમકડાં જેવાં છે. કાચના રમકડાંથી રમવાની છૂટ હોય છે પરંતુ તમે કેવી રીતે રમો છો તેનાં પર બધો આધાર છે. જો તે રમકડાં સાથે યોગ્ય રીતે નહીં રમવામાં આવે તો તે તૂટવાનો ચોક્કસ ભય રહેશે. અને બીજું, કે આ રમકડાંને માટે એક
નિયમ એ લાગુ પડે છે કે આ રમકડાંને ફરીથી જોડી શકાતાં નથી. તે એક વખત તૂટી જાય પછી
કદાચ આપણે તેને જોડવાનો પ્રયાસ કરીએ તો પણ તેમાં કાયમ માટે તિરાડ રહી જાય છે.

એક પ્રસંગકથા છે જેનું નામ છે ‘બા નો ફોટોગ્રાફ’. એ કથામાં ‘બા’ એ એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશાં ઘરમાં ઢસરડો કરે છે. બા આખો દિવસ પોતાનાં કામકાજ કર્યા કરે છે. પરંતુ આખી જિંદગીમાં કોઈ દીકરાએ બા પર ધ્યાન આપ્યું નહીં. બા હંમેશાં બધાની સંભાળ રાખતાં. આખરે એક દિવસ બા મરણપથારીએ પડ્યાં. ત્યારે બાને તેમનાં દીકરાઓએ કહ્યું કે, બા ચાલો તમારો ફોટો પડાવવાનો છે. કારણ એ હતું કે દીકરાઓ બાનાં ફોટોગ્રાફને ભીંત પર લગાડવા માંગતા હતા. અંતિમ સમયે તેમને એક સ્ટુડિયોમાં લઈ જવામાં આવ્યા ત્યારે ફોટોગ્રાફરે બાને સહેજ સ્મિત કરવાનું કહ્યું. બા રડી પડ્યાં. બાની આખી જિંદગીનો હૈયાનો બોજ આંસુ રૂપે વહી રહ્યો હતો. બા સંબંધોને નિભાવી જરૂર શક્યા હતા પરંતુ સંબંધોને જીવી શક્યા ન હતા.

માણસ એક સંવેદનશીલ જીવ છે. એટલે જો તમે તેની લગામ હાથમાં રાખીને તેને દોરવવા માંગો તો તે દોરાઈ શકે નહીં. પશુની લગામ એ કદાચ લાકડી હોઈ શકે પરંતુ માણસ માટે તો પ્રેમનો તાંતણો જ હોઈ શકે. પ્રેમનો તાર કે જે હૃદયથી હૃદય સાથે જોડાય છે. કોઈ શેઠ, કોઈ શિક્ષક કે કોઈ પણ માતા-પિતાને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય ત્યારે એ સંબંધમાં જીવ માત્ર પ્રેમથી જ પૂરી શકાય. સંબંધો જેટલાં કાચ જેવાં નાજૂક હોય છે તેટલાં જ પારદર્શક હોય છે કે જેથી આરપાર બધું જોઈ શકાય છે. કોઈ પણ શંકા, નફરત કે ગેરસમજ સંબંધોના સરોવરને એક જ ક્ષણમાં સુકવી નાંખે છે. લાગણીઓનાં દુષ્કાળને ચોમાસાની ઋતુ સુધી રાહ જોવાની પણ જરૂર હોતી નથી !

હમણાં જ તાજેતરમાં એક વ્યક્તિ સાથે પણ કંઈક આવું જ બન્યું. એ વ્યક્તિ એક સરકારી કચેરીમાં મેનેજર હતાં. તેમની બદલી થઈ અને તેઓ નવી ઑફિસમાં જોડાયાં. ઑફિસમાં પહેલે દિવસે તેમનો પ્રવેશ થતાં જ બધાં હાથ નીચેના કર્મચારીઓએ ઊભા થઈને માન વ્યક્ત કર્યું. માત્ર એક જ વ્યક્તિ બેસી રહ્યો હતો. મેનેજરને તે વ્યક્તિ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે પોતાનો રોષ ઠાલવવા જતાં હતાં ત્યાં જ તેમની નજર ખુરશીની બાજુમાં પડેલી ઘોડી પર પડી. તે ભાઈ અપંગ હતાં. મેનેજરને થયું કે જો આજે ગેરસમજને કારણે હું કંઈ પણ બોલી ગયો હોત તો હું જિંદગીભર મારી જાતને માફ ન કરી શકત. એક જ ક્ષણમાં કચકડાં જેવાં સંબંધોના ટુકડા થઈ જાત. કાચનાં ટુકડાઓને તો હજુ વીણી શકાય છે અને એ વીણતી વખતે પગમાં ઈજા થઈ શકે અને લોહીનું ખાબોચિયું થઈ શકે પરંતુ સંબંધોનાં અદશ્ય ટુકડાઓ તો હૃદયને જ ઈજા પહોંચાડે છે અને આંસુનો દરિયો વહી જાય છે.

સ્નેહને સીમા ના હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવે કિન્તુ હોશમાં,
કે વધુ ટકરાઈ પડતાં જામ ફૂટી જાય છે.
– ‘બેફામ’

– તન્વી બુચ
રીડ ગુજરાતી માથી

ઝૂકનારો જીતે

ઓક્ટોબર 12, 2009 2 comments

praying-hands
સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’

નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન ! નેતર ક્યાં ?’
‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’ સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને ઝૂકી જનારાઓ જીતી ગયા છે !

– આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
[‘હું મારી જ શોધમાં’ પુસ્તકમાંથી સાભાર.]રીડ ગુજરાતી

Categories: વાંચવા જેવુ ટૅગ્સ:,

ચિંતા ટાળી ચિંતન કરીએ

ઓક્ટોબર 11, 2009 1 comment

alone_by_buaiansayapanomali
ચિંતાતુર માણસનો ચહેરો જોજો, તેનામાં સ્ફૂર્તિ નહિ હોય, તે સૂનમૂન હશે. હતાશા એને ઘેરી વળેલી જણાશે. આ ચિંતા બહુ નકામી છે. ઢોલા મારુ કહે છે : ‘ચિંતાએ સારા જગતને બાંધ્યું છે, પણ ચિંતાને કોઈ બાંધી શક્યું નથી. જે મનુષ્ય ચિંતાને વશ કરી લે છે તે સિદ્ધિ પામે છે.’

સફળતા પામવામાં કેટલાંક પરિબળો નડતરરૂપ નીવડે છે. તેમાં ચિંતાનો ક્રમ પહેલો છે. માણસ કાલ્પનિક ભયથી ડરીને ચિંતા કરે છે ને ક્રમશ: તે નકારાત્મક વલણ ધરાવતો થઈ જાય છે. તેને બધે જ બધું જ નકામું દેખાય છે. તે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. ‘હું તો નકામો છું, મારાથી આ તો થાય જ નહિ. આ મારી શક્તિ બહારની બાબત છે….’ આવું આવું વિચારીને તે નિષ્ક્રિય બેસી રહે છે. વધુ વિચારો કરવા માંડી વાળવાથી બહુ રાહત રહે છે. કામમાં પરોવાયેલા રહેવું. બહુ વિચારો કરવાથી મગજ બહેર મારી જાય છે ને ચિંતિત બની જવાનો ભય રહે છે.

કાલ્પનિક મુશ્કેલીથી માણસ ડરી જાય છે. સોમવારે મારા પર આફત ત્રાટકશે એમ કલ્પી લઈને માણસ ગુરુવારથી જ ચિંતાના દબાણ હેઠળ આવી જાય છે. ગુરુ, શુક્ર, શનિ, રવિ – આમ એના ચાર દિવસ નિષ્ક્રિયતામાં વીતે છે. પછી સોમવારે એના પર આફત ન ત્રાટકે ત્યારે એને એમ થાય છે કે હું નાહકનો ડરી ગયો હતો. જેમ પડશે તેમ દેવાશે એવું મનોવલણ કેળવીને માણસે મુક્ત રહેવું જોઈએ. પ્લિની કનિષ્ઠના મતે – ‘દુ:ખની તો સીમા હોય છે, જ્યારે ચિંતા અસીમિત હોય છે.’ ચિંતાથી માણસ શારીરિક સ્વાસ્થ્ય પણ ગુમાવતો થાય છે. ચિંતા એને ગળી જાય છે અને કેરીના ગોટલા જેવો કરી નાખે છે. ચિંતા વિશે ગાંધીજી કહે છે કે – ‘રચનત્મક ધ્યેયની પૂર્તિ માટે વિવિધ ઉપાયોનું મનન કરવા પૂરતી ચિંતા ઈચ્છનીય છે પણ જ્યારે તે શરીરને જ ખાવા લાગે ત્યારે તે અનિચ્છનીય છે કારણ કે પછી તો તે પોતાના ધ્યેયને જ ખોઈ બેસે છે.’

માણસ ધ્યેય વગરનો બને ત્યારથી તેનું સાચું જીવન સમાપ્ત થઈ ગયેલું જાણવું. પશુ-પક્ષીઓને ખાવા-પીવાનું ને પ્રજનનનું જ ધ્યેય હોય છે, આપણે મનુષ્યો આ ધ્યેયને ગૌણ ગણી બીજાના હિતનો પણ વિચાર કરીએ છીએ. એમાં જ જીવનનું સાર્થક્ય છે એમ માનીએ છીએ. ચિંતા કરો પણ સચ્ચારિત્ર્યની અને ઉન્નતિની કરો. હકારાત્મક અભિગમ કેળવો ને આગળ વધતા રહો. જ્યારથી તમે અન્યના સુખનો વિચાર કરીને જીવવા માંડશો ત્યારથી તમારું જીવન ઉન્નતિને પંથે ગતિ કરશે એમ માની લેજો. ચારિત્ર્યનું જતન કરવામાં જરાય પાછી પાની ન કરતા. તમારું મૂલ્ય લોકો તમારા સચ્ચારિત્ર્યને જોઈને-અનુભવીને કરતા રહેશે. મૂઢ બનીને બેસી ન રહેશો. ઉન્નતિ કરવા મથતા રહેજો. આર્થિક ઉન્નતિ અમુક હદ સુધી બરાબર છે પણ ખરી ઉન્નતિ તો લોકકલ્યાણનાં કાર્યો કરવાથી થાય છે. પીડિત લોકોની વહારે ધાતાં શીખો. એમની પીડા તમે ઓછી કરી શકો, દૂર કરી શકો એ તમારી ખરી કમાણી છે.

તમે મહાપુરુષોની રહેણીકરણી તપાસશો તો તરત સમજાશે કે તેઓ સદા લોકોના હિત ખાતર જ પોતાની શક્તિ, બુદ્ધિ, ધન, સમય વાપરે છે. સરદાર પટેલ મૃત્યુ પામ્યા ત્યારે તેમના નામે કશી માલમિલકત ન હતી. એમણે તો પોતાની જાતને દેશના હિત ખાતર સમર્પી દીધી હતી. રવિશંકર મહારાજને પણ ક્યાં કશી સંપત્તિ હતી ! ને તોય હજારો-લાખો લોકોનાં હૃદયમાં તેમનું ઊંચેરું સ્થાન હતું અને છે. ચિંતા કર્યા કરવામાં સમય વેડફવાની જરૂર નથી. બેરિયલ ફિજર કહે છે તેમ : ‘જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ એટલો જસમય જો કોઈ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ જ નહિ રહે.’

કાર્યરત રહેવામાં ખરી મજા છે. નાનુંમોટું કામ હાથ પર લીધા કરવાની ટેવ કેળવો. તેને કાળજીથી પાર પાડવા મથ્યા કરો. પછી ચિંતા આપોઆપ ગાયબ થઈ જશે. ચિંતાનો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે તે વર્તમાન સમયની શક્તિનો હાસ કરી નાખે છે અને માણસને નિરાશાની ખાઈમાં ધકેલી દે છે. કોરી ટેન બૂમ સાચું જ કહે છે કે – ‘ચિંતા આપણી આવતી કાલનો વિષાદ ઘટાડવાથી નથી પણ એ આપણી આજની શક્તિમાં ઘટાડો કરે છે.’ ધર્મગ્રંથો એવો જ ઉપદેશ આપે છે કે તું તારા કાર્યમાં રોકાયેલો રહે, બીજાઓ શું કરે છે કે કહે છે એની ચિંતા કરવાનું છોડી દે.
– ડૉ. મોહનભાઈ પટેલ

%d bloggers like this: