Archive

Posts Tagged ‘gazal’

તમે આવ્યા ની સાથે

ઓક્ટોબર 15, 2010 2 comments

તમે આવ્યા ની સાથે પ્રેમ ની સરુવાત થઈ ઉઠી..
તમને નિહાળ તા આ પ્રણય ની રજુવાત થઈ ઉઠી ..

તમે આવ્યા ની સાથે……..


દુર નિહાળુ પાસ બુલાવુ કેમ અધીરી હુ બની
સાંજ સવારે ઍક રટણ મા કેમ તમારી હુ બની
આપ ના સ્પર્શ ની ફરિયાદ મા હૂ ગુનેગાર થઈ ઉઠી.

તમે આવ્યા ની સાથે……..


હુ અજાણી આપ અજાણ્યા કેમ કરી આ વાત બની..
બે શુરી હુ આપ ને જોતા કેમ કરી હુ રાગ બની..
અજાણી વાત મા બે આત્મા અકે સાથ થઈ ઉઠી….

તમે આવ્યા ની સાથે……..


સ્વાસ ની સાથે આપ ની હારે તમને માનુ ખુદ ને મનાવુ..
ખૂબ હરખાવુ થોડી સરમાવૂ. મન ની વ્યથા ને કેમ બતાવુ..
હુ રજ તમારા પગ ની આજ આંધી થઈ ઉઠી…

તમે આવ્યા ની સાથે……..


નયન ભીંજાવુ અંત ના ચાહુ.. હુ તો તમને સારુવાત થી ચાહુ.
અલબેલી હૂ મતવાલી હૂ કેમ કરી હુ તમને ભુલાવુ.
લખુ હૂ શબ્દો ની સરિતા અચાનક ” ગઝલ “ બની ઉઠી..

તમે આવ્યા ની સાથે……..


મારી કલમ ના આંસુ….!!! કહે તમને ….ના જાસો મુજ થી દૂર
હજુ તો નજરો ના મિલાપ થયા છે..ભેડાવજો જો પવીત્ર સુર
હૂ તો રાખ થઈ જવાની તમારા વીના નિત્ત…. અંતે હવા સંગ ભડી ઉઠી

તમે આવ્યા ની સાથે……..

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements

શબ્દો ઊછા પાડી ગયા

જુલાઇ 2, 2010 2 comments

કલમ ની શ્યાહી મા કલમ ના આંસુ ભડી ગયા
માંડ્યા જ્યા પગલા કાગાડ પર કાગાડ રડી ગયા

માડતા રહીયા ઍક્મેક ની તરસી- તરસી છતા પણ
અક્ષરૂ ના સમુંદર મા ઇતીહાસ છોડી ગયા

કર્યા રંગ રોગાન દુખ મહેલ ના સુખ રંગ થી
સમાવ્યા જેમા પ્રેમ અક્ષ્રર તે કાગાડ બડી ગયા

લખાણ લેખ લાખો ના લખાણ આંસુ વિરહના
અનેક દુખો ભેગા થઈ ઍક હસ્યા મા માડી ગયા

ના થકી નિહાર કલમ કે ના પ્રેમપત્ર પૂરા થયા
ખત્મ થઈ શ્યાહી ને, શબ્દો ઊછા પાડી ગયા

:-નિહાર

Categories: ગઝલો ટૅગ્સ:,

મને ગમે છે.

ઓક્ટોબર 10, 2009 Leave a comment


કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

“અમૃત ઘાયલ”

Categories: ગઝલો ટૅગ્સ:,

આવે

ઓક્ટોબર 8, 2009 Leave a comment

હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે;
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.

તમારી હોય જો ઈચ્છા વધાવી લઉં છું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘુંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદ્ બુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદા પાસે ખુદા આવે.

Categories: ગઝલો ટૅગ્સ:,

બની ગયું…!!!!!

ઓક્ટોબર 7, 2009 Leave a comment

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !

હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!

હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!

હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ મેદાન બની ગયું,
સપનું મારું, આ રેત પર, કોઇક કંકર બની ગયું!

હતું મારું કયારેક જે, હવે અન્યની મિલકત બની ગયું,
સપનું મારું, આ હકીકત પર, કેટલું લાચાર બની ગયું!

હતું બાજી કયારેક જે, હવે કૌરવોના જુગટાનું મોહરૂં બની ગયું,
સપનું મારું, આ દ્રૌપદી પર થતો અત્યાચાર બની ગયું!

-દીપ્તિ પટેલ ‘શમા’

Categories: ગઝલો ટૅગ્સ:,

કોરા સપના મળ્યાં..

ઓક્ટોબર 7, 2009 Leave a comment

“કોરી આંખો મળી, કોરા સપના મળ્યા,,
દ્રશ્ય નજરોને કંઈ એવા જોવા મળ્યા

વાસ્તવિકતા, વિચારો કે હોવાપણું,
જિંદગી નામે કેવા એ કિસ્સા મળ્યા

રાત આખી વિતાવી મેં જાગી અને,
ઘોર અંધારે પરભવના તડકા મળ્યા

ચાંદ તારાને મારી કહાણી કીધી,
ઝાકળે કંઇક પુષ્પો પલળતા મળ્યા

હાથમાં છે કલમ, ને છે ખારાશ પણ,
આંખો ચોળી લીધી, સહુને હસતાં મળ્યા

હાથે મારે છે વેઢા કે છે વાદળા?
કાગળે સેજ અડક્યાં; વરસતાં મળ્યા

આમ તો તેઓ પણ મળવા આતુર છે,
જ્યારે સામે મળ્યા, નેણ નીચા મળ્યા

સૂર્ય કિરણોની આજીવિકા હોય શું?
ક્યાંક તડકા મળ્યા ક્યાંક છાયા મળ્યા..”

:કાંક્ષિત મુન્શી “શફક”

Categories: ગઝલો ટૅગ્સ:,
%d bloggers like this: