Archive

Posts Tagged ‘Gujarati Article’

સંજોગ સંગમ અને સંગીની

સપ્ટેમ્બર 27, 2010 7 comments

ઍક વખત ઍક છોકરો સંગમ મન મા ખૂબ મુંજાયેલો વિચારો મા ખોવાયેલો ઍ વિચાર મા હતો કે તે તેની સંગીની(પ્રેમિકા) ને કઈ રીતે સમજાવે,,,,કઈ રીતે મનાવે…કાઇ ભાષામા ઍ તેના વિચારો તેની સંગીની પાસે રજૂ કરે જેથી તેની સંગીની ખુશ થઈ જાઇ…માની જાઇ. કારણ ઍ હતુ કે ભૂતકાળ ના ઘણા બનાવો ફરી થી ના દોહરાઈ તે માટે તે તેની સંગીની ને સમજાવા માંગતો હતો

અને તે ક્રોધ મા આવી ઍક ચબરખી મા લખવા લાગ્યો…..

કઈ રીતે હૂ સમજાવુ સંગીની ને…
શુ સમજાવા ની ભી કોઈ નવી-નવી રીત હસે..?

ઈ મન મા ને મન મા કહે છે કે ક્યાથી હૂ આવી કોઈ સમજાવાની રીત ગોતી આવુ….!!!! કદાચ કોઈ ઍ સમજાવાની નવી નવી રીતો કાઢી હોય….ઍ આમ તેમ બે બાકડો બનિ ફરવા લાગ્યો કે કદાચ કાઇ મળી જાઇ…

ચાલતા ચાલતા તેને અકે જગ્યા ઍ કૃષ્ણ અને રાધાની વાત સાંભડી તેને મન મા વિચાર આવ્યો કે તેને હૂ આ કૃષ્ણ પ્રીત ની વાત કરુ કદાચ ઍ સમજી જસે…

કૃષ્ણ તો માત્ર ચાહે છે તેની વ્યંજની ને..
સુ રાધા ની સમજણ મા અલગ અલગ પ્રીત હસે..?

પણ તેની સંગીની ના મન મા ઘણી બધી વિચારો ની રેશ ચાલતી હસે કહે કે કદાચ ઈ રાધા કેરી સકે હૂ નહી…

ચાલી ચાલી.. થાકી ને ઍ ઍક વિરાન જગાયે થાક ખાવા બેસી ગયો તે વિરાન જગ્યા.. બેસી ને તેના વિચારો સાથે વાતો કરતો ઍ ઍકલો તેની વિરાન તામા આટલો વિટાઈ ગયો હતો કે તેને કોઈ બીજો વિચાર જ નાટો આવતો..

અચાનક તેની આ આશુ ભરી નજર સામેની ક્ષિતિજ પર પાડી તેના સુકાયેલા હોઠ પર અમૃતિ સ્મિત આવ્યુ કારણ ઍ હતુ કે તેને
થયુ કે તેને તેની સંગીની ને સમજાવાની ભાષા….રીત….મળી ગય છે…
તેને ઍ ક્ષિતિજ તરફ જોઈ વિચાર્યુ કે મારી સંગીની ને આ ધરતી આભ ની પ્રીત નુ ઉદાહરણ આપીસ કે પ્રિયે જો આ ધરતી આભ ની સોનેરી પ્રીત ને બંને કેટલા દુર છે..છતા કેટલા પ્રેમ થી અકે બીજાના આગોસ મા ખોવાઈ ગયા છે..જો આ ક્ષિતિજ ને..

દુર થી નિહાળી વિચાર્યુ પુછુ ધરતી-આભ મિલન રીત ને…
ત્યા પોચતા ખબર શુ હતી ક તેભિ જર્જરિત ક્ષિતિજ હસે..

સંગીની હસી ને બોલી ચાલો નિહાળી ઍ જરા નજીક થી આ ધરતી આભ પ્રીત ને જોઈયે આ ક્ષિતિજ ને ત્યા જઈ ને.. ત્યા પોચતાજ ઍ ફરી ભાંગી પડ્યો સંગીની બોલી ઈ તો માત્ર આભાસ છે..ફરી પેલા જેટલી દુર ઍ ક્ષિતિજ દેખાવા લાગી..

હવે ઍ સાવ ભાંગી ગયો હતો તે હવે કસુ વિચારી સક્તો ભી ન હતો ત્યા તો અચાનક પાછડ થી તેની સંગીની નો મધુર સ્વર કાને પડ્યો તેની સંગીની બોલી પિયુ આવુ નથી ક હૂ તમને સમજતી નથી…આવુ નથી કે હૂ તમને સમજવા માંગતી નથી…
તમારે મને સમજાવા માટે કોઈ રીત કે કોઈ ભાષા ગોતવાની જરૂર નથી…,

અચાનક આવાજ સાંભનાયો ” સંગમ “ સમજુ છુ હૂ સંગમ ને…
મજબૂર હોઈસ હૂ..કેમ કહુ મારી સૂ તકલીફ હસે..?

પિયુ હૂ ઝાણુ છુ તમે મારા માટે કેટલુ કેટલુ કરો છોવ.. હૂ સમજુ છુ નથી સમજ તી આવુ નથી પણ ક્યારેક મારી ભી કાઇ મજબૂરી હસે ના સમજવાની ક્યારેક અમુક વાત આવી હોય છે જે હુ તમને ના કહી સક્તિ હોવ..પણ તેનો અર્થ આવો નથી ક હૂ તમને નથી સમજતી..
પછી સંગીની ઍ તેના પિયુ ને નાડી ના નિર અને કિનારા નુ ઉદાહરણ આપ્યુ…

જલ ના નિર તો અડે છે કિનારાને..પામવા ચાહુ છુ આ કિનારા ને..
મને શી ખબર વેહેન સાથે મારે ભી ચાલવુ પાડતુ હસે..?

સંગીની આગડ તેના પિયુ ની કહે છે હૂ તમને ખોવા નથી માંગતી પણ ડરૂ છુ કે તમારા થી અલગ ના થઈ જાવ આ નદી ના
નિર ની જેમ પણ ક્યારેક મારે ભી આ વેહેણ ની જેમ ચાલવુ પડસે તો …..?

સંગીની છેલે તેના પિયુ ની સમજણ ને સમજે છે અને તેના પિયુ ને વિચાર મુક્ત કરવાનો પ્રયાસ કરે છે અને કહે છે..

અકે વાર મન ભરી ની માણી લ્યો મમ પ્રીત ને
આવી તે વળી કેવી રીત…? ને કેવી પ્રીત…? જ્યા ઘૂટડે ને ઘૂટડે વિષ હસે..

સંગીની પિયુ ને કહે છે કે અત્યાર નો સમય તમે રીતો ગોતવા મા ના બગડો…સમય છે અત્યારે અપડે અપડા પ્રેમ ને માણ વાનો
કોને ખબર છે આવનારા સમય મા આસંગીની નો સંગમ કિનારા સાથે થાઈ પણ અને કદાચ ના પણ થાઈ…આટલૂ કહી સંગીની
તેના પિયુ ને પકડી રોવા લાગી…….

Note:(આ લેખ મારી છેલિ પોસ્ટ પર સંપૂર્ણ આધારિત છે….આ કોઈ સત્ય ઘટના નથી કે કોઈ ને સંદરભી ને લખવામા નથી આવ્યો તો મિત્રો ને ખાસ વિનંતી છે આ લેખ ને કોઈ પોતાની જિંદગી સાથે ના સરખાવે આ લેખ ને માત્ર મનોરંજન માટે માણે….નિત્ત)

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements

શરીર અને મીણબત્તી

જુલાઇ 21, 2010 4 comments

શરીર અને મીણબત્તી ક્યાય ને ક્યાય અકે બીજાને સમરૂપ છે..

મિત્રો,

આ મારો વિચાર છે…આવુ નથી કેતો કે સાચોજ હસે પણ મન મા આવી ગયુ તો તમારી સામે રજૂ કરુ છુ..

જેમ મીણબતી પોતાને બાડી બીજાને પ્રકાસ આપે છે તેમ દરેક માનવી પોતાની અદ્રસ્ય જીવ મારફત કોઈ ને કોઈ ના જીવન મા પ્રકાસ મય હૉયજ છે..

અમુક માણસો બીજા ના પ્રકાસ ને જોઈ ઈર્ષા, દ્વેસ કરે છે અને તેના પ્રકાસ થી પોતાની અંદર બડતા હોય છે..

તેવી જ રીતે મીણબત્તી પણ પોતાના પ્રકાસ વડે બીજા નૅ અંધકાર મય જીવન મા પ્રકાસ ફેલાવે છે..અને જેમ માણસ બીજાના પ્રકાસ ની જોઈ ની બડે છે તેમ મીણબતીની જ્યોત ની હાથ ના સ્પર્શ થી બડી જવાય છે….

મીણબતી પણ રોય છે તમને ખબર જ હસે કે તે પ્રકાસ આપતા આપતા તેમના જ્વલિત આંસુઓ ટપકતા હાય છે.

જેમ આ માનવી પોતાની સુંદર આંખો માથી અમૂલ્ય આંસુ વરસવતો હોય છે પછી તે આન્શુ ખુસી ના ભી હાય છે અન દુ:ખ ના ભી..

આખરે અકે ખરી વાત

જ્યારે માનવી નુ શરીર મૃત્યુ પામે છે ત્યારે બસ રાખ અને થોડા અવશેષ વધે તેમ

મીણબતી પણ બડી બડી ની નાશ પામે છે ત્યારે બસ તેમાં મિન નો ઢગલો વધે છે અને છેલો તેમા રહેલા દોરા નો અવશેષ….

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

‘મા’ શબ્દ એટલે ગુજરાતી ભાષાનું ‘એકાક્ષરી કાવ્ય’

માર્ચ 3, 2010 1 comment

સ્વામી રામતીર્થ સમાજને ગુરુ માનતા. તેઓ એક વખતે જતા હતા તો એક જગ્યાએ આગ લાગતી જોઈ, ધમાલ હતી. શેઠજીની હવેલીમાં આગ લાગેલી અને દોડાદોડી થતી હતી. નોકરચાકર બધા અંદરથી જઈ અને બધો સામાન બહાર કાઢતા હતા. આગ એટલી બધી ભયંકર હતી કે એને બુઝાવવી તો શક્ય નહોતી. એટલે જેટલી વસ્તુ બચે એટલી બચાવી લેવાના પ્રયાસમાં પેલા નોકરચાકર પડ્યા હતા.

શેઠ-શેઠાણી એક બાજુ ઊભાં ઊભાં રડતાં હતાં. એમાં બધાયે આવીને કહ્યું, ‘ શેઠજી, હજી એક વાર અંદર જવાય એટલો વખત છે. તમારી કોઈ બહુ મૂલ્યવાન વસ્તુ અંદર રહી ગઈ હોય તો અમને કહો. હજી એક વાર અંદર જઈ શકાય અને બહાર આવી શકાય એટલો સમય છે. પછી આખા મકાનને આગ પોતાની લપેટમાં લઈ લેશે.’ ત્યારે શેઠજીએ કહ્યું, ‘ભાઈ, હવે હું શું બચાવું અને શું રહેવા દઉ? મારી તો મતિ કંઈ કામ કરતી નથી. તમે જાઓ અને જે હાથ લાગે એ લઈને બહાર આવતા રહેજો, પણ તમે પહેલા તમારી જાતને સંભાળજો. જીવને જોખમમાં ન મૂકતા. જે હાથમાં આવે તે લઈને બહાર આવતા રહેજો.’ એટલે લોકો વળી પાછા અંદર ગયા.

એક વાર જવાનો ચાન્સ હતો એટલે જે કાં ઈ હાથમાં આવ્યું એ લઈને બહાર આવતા રહ્યા અને ત્યાં સુધીમાં તો આખા મકાનને આગે પોતાની લપેટમાં લઈ લીધું, પણ અચાનક શેઠ ચીસાચીસ કરવા લાગ્યા, રડવા લાગ્યા, માથું કૂટવા લાગ્યા. તો શેઠજીને બધાએ પૂછ્યું, ‘શેઠજી, શું થયું?’ તો કહે, ‘આ બધી ઘરવખરી બચાવવામાં અંદરના રૂમમાં મારો દીકરો સૂતો હતો એને બચાવવાનું તો હું ભૂલી જ ગયો.’ એટલે ઘરવખરી બચાવી લીધી. સામાનને બચાવી લીધો અને આ બધી સંપત્તિનો માલિક છે તે દીકરો જ બળી ગયો. શેઠે માથું કૂટ્યું.

સ્વામી રામતીર્થે તરત ડાયરી કાઢી અને ડાયરીમાં નોંધ ટપકાવી કે આ દુનિયામાં આપણે બધા સામાન બચાવવાના પ્રયાસમાં જિંદગી કાઢી નાખીએ છીએ, પણ કોઈ માલિકને બચાવતું નથી. કૃષ્ણને પામ્યા વિના, કૃષ્ણને વર્ણવ્યા વિના લેખિની વડે કૃષ્ણની વાઙમયી પૂજા કર્યા વિના ભગવાન વેદવ્યાસને શાંતિ ન થઈ.

વેદનામાંથી કાવ્યે જન્મ લીધા પછી આદિ કવિ ગણાયેલા વાલ્મીકિઋષિએ પણ પરમાત્માને કાવ્યનો વિષય બનાવ્યા. એ જ રીતે ‘મા’ એવો શબ્દ છે, એક એવો વિષય છે કે એના ઉપર કલમ ચલાવ્યા વિના મોટે ભાગે કોઈ કવિ રહ્યો નથી. મા શબ્દનો મહિમા જ એવો છે. મા શબ્દની મીઠાશ જ એવી છે. એમ કહેવાનું મન થાય કે મા એ આપણી ગુજરાતી ભાષાનું એકાક્ષરી કાવ્ય છે. મા શબ્દ સ્વયં કાવ્ય છે. એકાક્ષરી કાવ્ય છે.

:-

Rameshbhai oza

ઑપરેશન પાવાગઢ ક્લીન અમદાવાદ ગ્રૂપ દ્વારા

ફેબ્રુવારી 1, 2010 8 comments

આપણે અવાર નવાર છાપા ઑ મા, ટીવી ચેનલોમા, મેગેજીન મા વાંચતા હોઈયે છિયે ગ્લોબલ વોર્મિંગ, પ્રદુષણ જેમ કે હવાપ્રદુષણ, જળપ્રદુષણ, ધ્વનીપ્રદુષણ વગેરે-વગેરે……!!!! પણ શુ આપણે ખરેખર્ કાળજી કરિયે છિયે..???આવા કુદરતી શોદર્યનિ…??? શુ આપણે ખરેખર્ ખબર છે કે આપણા જીવન મા કુદરતી શોદર્યનિ શુ મહત્વ છે..???

હુ મારી આ પોસ્ટ દ્વારા તમારી સાથે થોડુ-ઘણુ શેર કરવા માગુ છુ જે ખાલી ઍક ઉદાહરણ કહી સકાય…
નીચેની તસ્વીરો ને જુઓ આ ફોટાઓ પાવાગઢ મંદિર ની જગ્યા ના છે. જે બરોડા ની નજીક ઍક પ્રસિદ્ધ પૂરણુ કાલિકા માતાજી નુ મંદિર આવેલુ છે.

દુનિયા ના ઘણી જગ્યા ઍ થી યાત્રાળુ આયી માં ના દર્શના માટે આવે છે. પણ, માણસો ઍ ભૂલી જાઇ છે કે આ આજુબાજુની હરીયાળી, આ વાતાવરણ ઍ આ કુદરત ની જ અકે ગિફ્ટ છે. અને પોતાની સાથે લાવેલી ખાવા પીવાની વસ્તુઓ કાગડ, પ્લાસ્ટીક ની કોથડીઓ તથા અન્ય કચરો ત્યાજ નાખી અને આ કુદરતી ભેટ ની પ્રદુષિત કરે છે.
પણ, થોડાક લોકો આ બાબત મા જાગૃત થયા છે, અને તે લોકો આ બાબત ને ગંભીર ગની અને તરતજ આ જગ્યા ઍ થી કચરો સાફ કરવાનુ અકે અભ્યાન ચલાવ્યુ હતુ….

નીચેની તસ્વીરો મા તમે જોઈ સકો ઍક ગ્રુપ દ્વારા આ જગ્યા ની સાફ કરવાની જુંબેશ હાથ ધરી હતી આ ગ્રુપ આઇ-ટી ફિલ્ડ અમદાવાદ ના મિત્રો નુ છે. જેમણે પાવાગાડ જઈ અને ત્યા પ્લાસ્ટીક ની કોથડીઓ અને પ્રદુસીત કચરા ને સાફ કરવાનો ઍક
સારો પ્રયત્ન કર્યો હતો.

ઉપરની તસ્વીરો આપણે બધા ને ઍક સારો અને સીખ્વા જેવો મેસેજ આપે છે. કે આપણે રસ્તા,રોડ તથા આવા કુદરતી અને રમણીય સ્થળો પર કચરો ફેકતા હોઈયે છિયે
મારી તમને આટલી ખાસ પ્રાર્થના છે કે આપણે આપણા મિત્રો મળી આવી નાની-નાની કોશિસ કરિયે અન જો
ભલે આપણે કચરો સાફ ના કરી સક્યે પણ આપણે આવી જગ્યા ઍ આમતેમ કચરો ના ફેકિયે.. ઍટલુ તો કરીજ સક્યે ને….????

પણ અકે વાત જાણી ને થોડુ દુખ થયુ…જ્યારે પાવાગઢ મંદિર ના લોકો ને આ બાબત ની વાત કેરી તો તેલોકો નો સારો પ્રતિઉત્તર ના મળ્યો…. તેમણે ઉત્તર આપ્યો કે….“યે સબ તો ચલ્તા રહેતા હે, હમ ક્યા કર સક્તે હે”…..!!!”

હૂ સૈલેશ ભાઈ મિસ્ત્રી નો આભાર માનુ છુ કે જેમણે આ ખૂબ સરસ અને અમૂલ્ય અભિયાન મા ભાગ લીધો હતો અને મને આ બધી તસ્વીરો આપી..

પ્રિય મિત્રો જો તમે આ ગ્રૂપ મા જોડાવા માંગતા હોવ તો લિંક પર ક્લિક કરો….


અથવા નીચેના ઈ-મેલ આઇડી પર મેલ કેરી અમારો સંપર્ક કરો

jignesh23@gmail.com

આભાર…

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

પ્રજાસત્તાક બન્યા, પણ આપણે શું કર્યું?

જાન્યુઆરી 26, 2010 Leave a comment


આપણે વધુ એક પ્રજાસત્તાક પર્વ ઊજવીશું, રજા તરીકે. કદાચ સવારે ઘ્વજવંદન કરીશું અથવા ટીવી પર દિલ્હીની પરેડ નિહાળીને તાળીઓ પાડીશું. પછી શું? પ્રજાસત્તાક રાજય બન્યાં પછી, ગણતંત્ર બન્યા પછી શું કર્યું પ્રજા તરીકે આપણે?

આપણે ગુણગાન ગાયાં છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણે કેટલા મહાન છીએ તેના અને આપણો ઐતિહાસિક વારસો કેટલો મહાન છે તેના-આપણે સરકારો ચૂંટી અને આપણા હક્ક માગ્યા. પણ હક્કની સાથે ફરજ પણ હોય છે.

નાગરિકશાસ્ત્રમાં આપણે ભણ્યા છીએ કે હક્ક અને ફરજ સિક્કાની બે બાજુઓ છે. આપણે ફરજ નામની બાજુ તરફ નજર જ નથી નાખતા. કરચોરી કરીએ છીએ, જાહેરમાં થૂંકીએ છીએ, નિયમોનો ભંગ કરીએ છીએ, તંત્રની આંખમાં ધૂળ નાખવાના તમામ ઉપાયો કરી લઈએ છીએ.

અને પછી હક્કની માગણી પણ કરીએ છીએ. સમાજ માટે દાખલારૂપ બને એવું કામ કેટલા નાગરિકો કરે છે? આંગળીના વેઢે ગણાય એટલા.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી વખતે કયારેય આ વિચાર્યું છે? દેશ મારા માટે શું કરશે એવું સતત પૂછ્યું છે પણ કયારેય આત્મનિરીક્ષણ કરીને જોયું છે કે મેં દેશ માટે શું કર્યું?

પ્રજાસત્તાક પર્વ હોય કે સ્વાતંત્ર્ય પર્વ, ભારત દેશમાં આતંકવાદી હુમલાની આશંકા હોય છે. ચારેકોર હાઇએલર્ટની વચ્ચે ઉજવણી થાય છે. આતંકવાદીઓ કાંઈ લોકલ સપોર્ટ વગર હુમલા કરી શકે નહીં. સ્થાનિક મદદ તેમને મળતી જ હોય છે.

અહીં દેશ પ્રત્યેની ફરજનો મુદ્દો અગ્રેસર થાય છે. ભલે આવા ગદ્દારોની સંખ્યા ઓછી હશે પણ જેટલા છે તેટલા દેશની સલામતી જોખમાવવા માટે પૂરતા છે. આતંકવાદીઓને ટેકાની વાત બહુ જ ખતરનાક લાગતી હોય તો ધંધામાં કરચોરીની વાત લઈએ.

સ્વૈચ્છાએ પૂરેપૂરો કર ચૂકવી દેનારા કેટલા? અને કરચોરી કરવા માટે ખાસ સીએ નીમનારા કેટલા? ખોટા હિસાબો બનાવનારા કેટલા? રેશિયો કયારેય સમાન નહીં હોય. બહુ જ મોટી અસમાનતા જોવા મળશે.

કરચોરીને પણ જો મોટી વાત માનતા હો તો ટ્રાફિકના નિયમોનો દાખલો લો. હવાલદાર ટ્રાફિક પોઇન્ટ પર ન ઊભો હોય છતાં નિયમોનું પાલન કરનાર કેટલા ?

જયારે પ્રજા પોતાની ફરજો પ્રત્યે જાગૃત થાય અને તેને હક્ક જેટલું જ મહત્વ આપે ત્યારે લોકશાહી પરિપૂર્ણ થાય છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ફરજ પ્રત્યે જાગૃત થવાનો પ્રયાસ કરવાનું પ્રણ લઈએ તોપણ ઘણું છે. – જયહિન્દ.

Article From:-

divyabhaskar.co.in પરથી

ઍક મુલાકાત

નવેમ્બર 17, 2009 Leave a comment


મુંબઇ ના બાંદ્રા રેલ્વૈ સ્ટેશન ની પુછ્પરછ ની બારી પરના ઘડિયાળ સમય થયો હતો ૬ વગવાંમા ૫ મિનિટ ઑછિ. ઍક કદાવર આર્મી જવાન ઝીણી આંખ કેરી ને સમય નોંધી રહ્યો હતો. ઍક વખત આ ઘડિયાળ સામે અને બીજી વખત પોતાની કાડા ઘડિયાળ સામે જોઈને ઍને બેઉ ઘડિયાળો બરાબર ચાલી રહ્યા છે તેની ખાત્રી કરી લીધી. ઍનો દરેક હાવભાવ અને પ્રત્યેક હલન ચલન ઍ અતિ આતુરતાપૂર્વક કોઈ ની રાહ જોઈ રહ્યો છે ઍવુ બતાવતા હતા. થોડી થોડી વારે ઍ ઉંડો શ્વાસ લઈ ને છોડતો હતો. હાથ નો પરસેવો લુછતો હતો. પોતાના હાથમા પકડેલા રાતા ગુલાબને જોઈ ને આમથી તેમ આટા પણ મારી લેતો હતો. અને આવુ બધુ થાય તેમા કાઇ નવાય પણ નો હતી. છેલ્લા અઢાર-અઢાર મહિનાઓ થી જે સ્ત્રી ઍ ઍના જીવન મા અમૂલ્ય સ્થાન મેળવી લીધુ હતુ. ઍ સ્ત્રી આજે ઍને પ્રથમ વખત મળવાની હતિ. જે સ્ત્રી ના લખેલા પત્રો અને ઍમાના અદભૂત શ્બ્દોના સહારે ઍને યુધ્ધભૂમિ પરનુ દોઢ વરસ પસાર કર્યુ હતુ ઍ સ્ત્રી તેને ફ્ક્ત ૫ મિનિટ પછી ઍટલે કે, બરાબર ૬ ના ટકારે મળવાની હતી. બંને ઍ અકબિજાને ક્યારેય જોયા ન હતા. ફ્ક્ત પત્ર ના માધ્યમ થિજ મળતા રહેલા. આજે ૬ વાગે રાતા ગુલાબ ની નિશાની સાથે બંને મળવાના હતા. હવે ફ્ક્ત ૪ જ મિનિટ બાકી હતી ૬ વગવામા. ઍ જવાન ને આજની ૫ મિનિટ ઍનિ જિંદગીની સવથિ લાંબી ૫ મિનિટ લગિરહિ હતી.

ઍ જવાન ભારત ના અરફોર્સ યુદ્ધવિમાન કાફલાનો બાહોસ પાયલોટ. હવાઈ ગોળાબારી અને અદભૂત ઉડાન ક્લા માટે ઍ પૂરા હવાઈ કાફલામા જાણીતો હતો. યુદ્ધ મૉરચા પર ઍ યુવતી- જેને તે ફ્ક્ત થોડી જ મિનિટ પછી મળવાનો હતો- તેનો પત્ર મડેલો. ઍમા લખેલુ કે, ‘તમને હવાઈ હુમલો કરતી વખતે ક્યારેય ડર લાગે છે..????

‘હા! દુશ્મનોના વિમાનો ઘેરી વળે કે પીછો પકડી ને ઉડી રહ્યા હોય ત્યારે જરૂર બીક લાગે છે!’ આ જવાને જણાવેલુ.

‘વેરી ગુડ! તમારી નિખાલસતા માટે મને માન છે. દરેક બહાદુર માણસને બીક લાગે છે! અરે આવા સમયે દરેક માણસ ને બીક લાગે છે. લોકો ઍ વાત સ્વીકારતા નથી હોતા. પણ બહાદુર માણસો ઍ બીક ને કાબૂમા રાખી સકે છે.’ પેલી સ્ત્રી ઍ લખેલુ. પછી આગળ જણાવેલુ કે, ‘ તમે પણ બીક ને કાબૂ મા રાખી સકો છો. હવે પછી ક્યારેય બીક લાગે ત્યારે ઍટલુ જરૂર યાદ રાખજો કે ભગવાન તમારી સાથે જ છૅ અને હૂ પણ તમારા માટે પ્રાથના કરુ છુ.’

આ શબ્દો થી જવાન ને ખુબજ સહારો મળેલો. અને હિમ્મત મા પણ ઘણો વધારો થયેલો.

ઍ જ વખતે ઍક યુવતી ઍનિ નજીકથી પસાર થઈ. જવાન નુ હૃદય જોરથી ધડકી ઉઠ્યુ. પણ પેલી યુવતીના હાથમા રાતુ ગુલાબ ન હતુ. જવાન આગળ વધતા અટકી ગયો.’ હાઈ હેન્ડસંમ !’ ઍટલુ કહી ઍ યુવતી ચાલી ગઈ. જવાન ફરીથી વિચારો મા ડુબીગયો. પોતાના ટ્રેનિંગ કેમ્પમા ઍક પુસ્તક મા આ છોકરીના હસ્તાક્ષર તેમજ નામ જોયેલૂ. ટેલીફોન ડિરેકટરી માથી ઍનૂ સરનામુ મેળવી ઍને કાગળ લખેલો. પેલી સ્ત્રી ઍ જવાબ આપેલો. પછી તો પત્રો લખવાનો ક્રમ નિયમિત રૂપે ચાલતો રહ્યો. કામના બોજા ની નીચે જવાન ક્યારેક આ ક્રમ ચૂકી જતો પણ આ યુવતી ક્યારેય ના ચૂકતી. દોઢ-દોઢ વરસના આ ક્રમ પછી બંને જણ ઍક્બિજાને અત્યંત ચાહવા લાગ્યા હતા તેવી બંને ને ગળા સુધી ખાત્રી થય ચૂકી હતી.

જવાન ને બિજુ પણ ઍક આશ્ચર્ય થયુ હતુ. આટલા વખત મા ઍને જેટલી વખત ઍનો ફોટો મોકલવાનુ લખેલુ ઍટલી વખત પેલી સ્ત્રી ઍ ઘસિને ના પાડી દીધેલી. જવાને ઍક વાર અતિ જીદ કરેલી ત્યારે પેલી સ્ત્રી ઍ લખેલુ કે, ‘જો મારા માટેની તારી લાગણી સાચીજ હસે તો હૂ કેવી દેખાવ છુ ઍ વાત નુ કોઈ મહત્વજ રહેતૂ નથી. ઍટલે મારી વિનંતી છે કે તૂ ફોટો ના મંગાવીસ, કારણ કે જો હૂ ખુબજ રૂપાળી તેમજ દેખાવડી લાગતી હોઈસ તો તૂ મારા રૂપને લીધે મારી સાથે સંબંધ રાખે છૅ તેમ મને લાગશે. અને ઍવા સંબંધ માટે મને ભારોભાર નફરત છૅ. ધારો કે હૂ કદરુપી હોઈસ (અને ઍવુ કદાચ હોય પણ ખરુ) અને પછી પણ તૂ લખ્વાનુ ચાલુ રાખસે તો મને ઍવુ લાગ્સે કે અત્યારે યુદ્ધમોરચે તૂ ઍકલો છો અને તારી સાથે બિજુ કોઈ નથી ઍટલે તૂ મને લખવા મજબૂર બન્યો હોઇશ. ઍટલે હવે ક્યારેય મારો ફોટો મંગાવીસ નહી. તૂ પોતે જ્યારે મુંબઇ આવે અને મને જુઍ ત્યારેજ તૂ જે કઈ અભિપ્રાય બાંધવો હોય તે બાંધે તેવુ હૂ ઈચ્છુ છુ.’ અને જવાન ને આ સ્ત્રી ના વાક્યો અદભૂત લાગ્યા.

૬ વગવામા હવે ફ્ક્ત ૧ જ મિનિટ બાકી હતી. જવાન નુ હૃદય હવે ઍને જરાય ગાંઠતુ નહોતુ. છેક ગળા સુધી ઉછ્ડી ઉછ્ડી ને ધબકતુ હતુ. બરાબર ઍ જ વખતે જાણે આસમાનમાથી કોઈ પરિ ટપકી પડી હોય તેવુ સુંદર રૂપ ધરાવતી ઍક યુવતી પિસ્તા કલર ના ડ્રેસમા ઍના તરફ આવતી દેખાઈ. અતિ સુંદર, આકર્ષક અને નમણૉ ચેહરો, લાંબા પગ, વાકડીયા લાંબા સોનેરી વાળ, સાગર નુ ઉંડાણ ભરેલુ હોય તેવી આંખો, મુખ પર મંદ મંદ સ્મિત અને ચાલવાની અદભૂત છટા જોઈને આફરીન થય જવાય તેવુ વ્યક્તિત્વ. ઍ યુવતી તેની તરફ જ આવતી હોય તેવુ લાગતાજ જવાને હાથમાનુ રાતુ ગુલાબ તેના તરફ લંબાવીને આગડ વધ્યો. ત્યા ઍનિ નજર પડી કે ઍ યુવતીપાસે પણ નિસાની મુજબનુ નુ રાતુ ગુલાબ ન્હોતુ. મનને ના ગમ્યુ છતા પણ ઍ અટકી ગયો.

‘મારૂ કાઇ કામ હતુ જવાન..?’ અચાનક પોતાની આગડ ઉભા રહી ગયેલા જવાન ને ઉદેશી ને ઍ યુવતી બોલી.

‘ઓહ નો! નહી નહી.! માફ કરજો! કઈ નહી, અમસ્તુ જ !’ જવાન ઍટલુ કહીને ઍ યુવતિને જવાનો માર્ગ કેરી આપ્યો. ઍ યુવતી હસી પડી. પછી રોડ ક્રોસ કેરી ને સામેની બાજુ ઍ ચાલી ગઈ.

જવાન ઍને જતી જોઈ રહ્યો. ઍનુ મંન ઍક વખત બોલી ઉઠ્યુ કે…….કેટલી સુંદર હતી ઍ!……..

બરાબર ઍજ વખતે નિસાની મુજબ હાથ મા રાતુ ગુલાબ લઈને ઍનિ જ તરફ આવતી ઍક સ્ત્રી દેખાઈ. ઍ બરાબર તેની સામે આવીને ઉભી રહી ગઈ. પરંતુ ઍ કોઈ યુવતી ન હતી. ઍતો આધેડ ઉમરની- બિલકુલ બેઠી દડીની સ્ત્રી હતી. ઍના માથા ના અર્ધાથિ ઉપર વાળ સફેદ થય ચૂક્યા હતા. ચર્બીયુક્ત શરીર, સૂજી ગયેલા પોપચા, જાડા પગ, જાડા કાચ વાડા ચશ્મા- ટુંકામા સાવજ અડોડ્યૂ શરીર. હાથ મા રાતુ ગુલાબ લઈને ઍ હસતી હસતી ઉભી હતી.

‘હમ…..મ્….મ્…..!ઍટલે જ ઍને પોતાનો ફોટો નહી મોકલ્યો હોય! મે પણ ક્યારેય ઍનિ આશરે ઉમર પણ ના પૂછી. પણ ઍને આવો ઉલ્લેખ તો પોતાના કાગળ મા કરે લો જ! જવાન ના મન મા વિચારો નુ વાવાઝોડુ ઉમટી આવ્યુ. બે ઘડી તો ઍ થોડોક લેવાઈ ગયો. ઍકાદ ક્ષણ પુરતુ ઍનૂ મન પેલી પિસ્તા કલર ના ડ્રેસવાળી સુંદર યુવતીનો વિચાર કેરી રહ્યુ.. પણ બસ! ફ્ક્ત ઍ ઍકાદ ક્ષણ જ! તરતજ ઍને વિચાર આવ્યો કે, ‘ સાચી સુંદરતા તો મન ની જ હોય છે. આ સ્ત્રી ખૂબ રૂપડી અને પોતે કદરૂપો હોય તો..??? ઍટલે શરીર નો વિચાર કેરી જે યુવતી ઍ કપરા મા કપરા દોઢ વરસ સુધી પોતાને ટકાવી રાખ્યો હતો. ઍને અન્યાય ન જ કરાય. પોતાના ખરાબ સમય મા સહારો બનેલુ આ ઍ જ અદભૂત અદ્રશ્ય વ્યક્તિત્વ જ્યારે હવે સદેહ સામે ઉભુ છે ત્યારે બાહ્ય દેખાવ ને પ્રાધાન્ય આપવાનુ હાય જ નહી.’ બધાજ આડા આવડા વિચારોને મનના કોઈ અજ્ઞાત ખૂણામા ધરબીને મો પર સારુ હાસ્ય તેમજ સાચી ખુશીના ભાવો લાવી ઍ આગળ વધ્યો. પેલી સ્ત્રીનો હાથ પકડી તેના હાથમા રાતુ ગુલાબ મૂકતા ઍ બોલ્યો, ‘મિસ ખરેખર તમને મળીને ખૂબ જ ખુશી થઈ. હૂ તમને પ્રપોઝ કરવા માંગુ છુ. તમે મારા સાથી બનવા રાજી થાસો ખરા…??? અને જો તમારો જવાબ ‘હા’ મા હોય તો તમને હૂ આજ રાતના ડીનર માટે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવુ છુ.

પેલી બેઠી દડી ની જાડી સ્ત્રી ખડખડાટ હસી પડી. હસતા હસતા જ ઍને કહ્યુ, ‘દીકરા! વહાલા જવાન! તૂ શુ કહી રહ્યો છો ઍ મને કાઇ સમજાતુ નથી. હૂ ઍ સ્ત્રી નથી જે તૂ સમજે છે. ઍ સ્ત્રી તો જે હમણા પિસ્તા કલર નો ડ્રેસ પહેરીને જે સુંદર યુવતી ગઈ ને તે હતી. ઍને મારા હાથ મા આ રાતુ ગુલાબ પકડાવેલુ અને કહ્યુ કે જો તૂ મને આટલી મોટી ઉમર ની તેમજ જાડી હોવા છતા પણ પ્રેમથી, લાગણીથી, ઉમાળકાથી તેમજ આદર થી ડિનર માટે આમંત્રીણ આપે તોજ મારે તને જાણાવવુ કે ઍ રોડ ની સામેની તરફ આવેલા રેસ્ટોરન્ટ મા તારી રાહ જુવે છે. આ કોઈક પ્રકાર ની કરોટી છે ઍવુ પણ ઍ બોલેલી. તૂ તેમા પાસ થયો છો બેટા ! હવે જા જલ્દી, ઍ તારી વાટ જોતી હશે…..!!!

રોડ ની સામેની તરફ પગ ઉપાડતા પેહલા કેટલીય વાર સુધી જવાને ઍ સ્ત્રી સામે સ્તબ્ધ બનીને જોઈ રહ્યો! પછી ઍ સ્મિત કરીને ઍ પેલી પરીને મળવા રેસ્ટોરન્ટ તરફ આગળ વધ્યો

ડૉ. આઈ. કે. વીજળીવાળા
[મોતીચારો ભાગ-૨]

પ્રાર્થનાની શક્તિ

નવેમ્બર 16, 2009 Leave a comment

પ્રાર્થનાની શક્તિ
ઘણા ટાઇમ પેલા ની આ વાત છે. ઠેલી મા કઈક વસ્તુ લઈને ઍક ગરિબડી લાગતી સ્ત્રી કરીયાણા ની દુકાન મા દાખલ થય. તેના ચહેરા પર ચિંતા અને લાચારી સ્પસ્ટ દેખાતી હતી. દુકાનદાર ને તેણે આજીજી કરી કે પોતાની પાસેની તંબા ની તપેલીના બદલામા અનાજ કે ચોખા કે જે કાઇ આવે તે આપે. ઍના બાળકો બે-બે દિવસ થ્યા ભૂખ્યા હતા. ધણી ને છેલ્લા તબક્કાનુ કેન્સર હતુ. ઘર મા વેચવા માટે આ ઍક તપેલી શિવાય કાઇ પણ બચ્યુ ન હતુ. જો તેના બદલામા કાઇ પણ સીધુ મળી જાઇ તો પણ બે દિવસ ના ભૂખ્યા બાળકોના પેટમા કઈક પડે ઍવી આશા સાથે તે આવી હતી

પરંતુ તેની આજીજીની પેલા વેપારી પર કાઇ જ અસર ના પડી. પોતે જૂના વાસણ ના બદલામા કરીયાણા નો ધંધો નથી કરતો ઍવો ઍનો જવાબ હતો. તેમ છતા વારંવાર ઍનિ વિનંતીઓથી વેપારી ગુસ્સે થય ગયો. ‘ખબર નહી’ ક્યાથી સવાર સવાર મા આવા ભિખારા આવી જાઇ છે..! ઍવુ બબડી વેપારી ઍ પેલી સ્ત્રી ને દરવાજા તરફ આંગળી ચીંધીને જતા રેહવા કહ્યુ. રડતી-રડતી ઍ સ્ત્રી બહાર જતી જ હતી કે ત્યા ઉભેલા ઍક ગ્રાહકને ઍના પર દયા આવી. ઍને વેપારીને કહ્યુ કે ઍ તપેલીના ભારોભાર જે કાઇ પણ આવે તે પેલી સ્ત્રીને આપે, અને જો વસ્તુઓ ની કિંમત તપેલીના આશરે કિંમત કરતા વધારે થસે તો ઉપરના રૂપિયા ઍ પોતે ચૂકવસે.

દુકાનદાર હવે ફસાયો. જો ના પાડે તો પણ ભુંઢો લાગે. વાડકુ ભરીને ઍને ઍ સ્ત્રીને ત્રાજવના ઍક પાલ્લામા તપેલી અને ખરીદી નુ લીસ્ટ મૂકવા કહ્યુ.

પેલી સ્ત્રીની જરૂરીયાતો ઍટલી બધી હતી કે શેનુ લીસ્ટ બનાવે..? આણે ઍક નાની ચબરખી પર કઈક લખ્યુ. પછિ તપેલીમા ઍ ચબરખી મૂકી. દુકાનદાર ઍ ચબરખી લેવા જાઇ તે પેલા ઍ બોલી ઉઠી કે ભાઈ! ઍક કામ કારોને! તમે ઍ ચબરખી વાંચવી રહેવા દો. તપેલી ની ભારોભાર ચોખા, ઘવનો લોટ, ખાંડ અને દાળ જે કાઇ થોડુ થોડુ આવે ઍટલુ આપી દો.! આટલુ કહી પછિ તે માથુ ઝુકવીને ઍ ઉભી રહી.

દુકાનદારે તુચ્છકારના ભાવ સાથે થોડાક ચોખા, થોડીક ખાંડ થોડો લોટ અને દાળ બીજા પાલ્લા મા મુક્યા. ઍને હતુ કે બધુ મૂઠી-મૂઠી નાખિસ ઍટલે પલ્લૂ નમી જાસે. પણ પલ્લૂ નમ્યુ નહી. ઍને બધીજ વસ્તુઓ ડબલ માત્રા મા નાખી. છતા પલ્લૂ તો ઍમ ને ઍમ જ રહ્યુ. હવે તેને નવાઈ લાગી. તાંબા ની ઍક તપેલીનો આટલો ભાર કઈ રીતે હોઈ સકે..?? આશ્ચર્ય સાથે ઍ બધી વસ્તુઓ ઉમેરતો જ ગયો. ત્રાંજવાનુ ઍ પલ્લૂ હવે વધારે વસ્તુઓ સમાવી શકે નહી તેટલી હદે ભરાઈ ગયુ પણ નમ્યુ તો નહી જ! દુકાનદાર આભો બની ગયો. ઍને સમજાતુ નહોતુ કે આ શુ બની રહ્યુ છે.! પાલ્લામા જ્યારે ઍક પણ વસ્તુ વધારે સમાઇ શકે તેવી શક્યતા ન રહી ત્યારે આણે વસ્તુ ઉમેરવાનુ બંધ કર્યુ. બધી વસ્તુઓ ઍક મોટા થેલામા ભરીને દુકાનદારે પેલી સ્ત્રીને આપી. પેલા અન્ય ગ્રાહક નો તથા દુકાનદરનો પણ આભાર માની આન્શુ ભરી આંખો સાથે ઍ સ્ત્રી ઍ વિદાય લીધી. કહ્યા પ્રમાણે બધી વસ્તુઓના ૫૦૦ રૂપિયા પેલા ગ્રાહકે ચૂકવી દીધા. બે માથી અકેય ને સમજાતુ નહોતુ કે તપેલિનુ વજન આટલુ બધુ વધી શી રીતે ગયુ??? દુકાનદારે પેલી સ્ત્રી ઍ લખેલી ચબરખી તપેલી માથી ઉઠાવીને ખોલી. ઍમા પેલી સ્ત્રી ઍ લખ્યુ હતુ કે, ‘ હે ભગવાન ! હૂ શુ લીસ્ટ બનાવુ અને શેનુ શેનુ લીસ્ટ બનાવુ..??? તૂ મારી જરૂરીયાતો જાણે જ છે. તૂ મને ઍટલુ જોખાવી આપજે..!!

દુકાનદાર અને પેલો ગ્રાહક ઍક બીજા સામે જોઈ રહ્યા. દુકાનદારે તપેલી ઉઠાવીને જોયુ તો પલ્લુનો ઍ તરફ નો હિસ્સો તૂટી ગયો હતો. ઍ કાઇ ન બોલી શક્યો. અંતર ના ઉંડાણ માથી ઉઠેલી પ્રાર્થનાં નુ વજન કેટલુ હોય ઍ આજે ઍને બરાબર સમજાઈ ગયુ હતુ.

ડૉ. આઈ. કે. વીજળીવાળા
[મોતીચારો ભાગ-૨]

%d bloggers like this: