Archive

Posts Tagged ‘gujarati poem’

ઍ પ્રથમ મુલાકાત

ડિસેમ્બર 18, 2010 2 comments

કલ્પના ના હતી કે મળશે ઍ મને આજ,
તમને દુરથી નિહાળ્યા… ત્યા તો સરમાઈ ગય મારી આંખ

ત્યા દુર જ રેહજો ના આવશો આશ પાશ,
જેમ જેમ આવો છો નજીક……ત્યા તો લાગે છે ડર, થોડી સરમ, થોડી લાજ

તમારા સ્મિત મા સમાઇ જાવ આજ,
ના વધારો હય્યા પર ભાર…..ભેળવી લ્યો આ આત્માને તમ આત્મા સંગાથ

હજુ તો મિલન વેળાં ની સારુવાત થઈ,
જરા થઈ બે ચાર વાત…ત્યા તો વીતી ગય પુરી રાત.

હજુ તો ભળ્યા તા સ્વાસો મા સ્વાસ,
સ્પર્શી રહ્યા તા બે પાંદ…ત્યા તો વીંચાઈ ગઈ આંખ.

રોકી રાખુ સમય ને બસ બેસી રાહુ તમારી સાથ
ક્યારેક હોવ છો બહુ દુર….તો ક્યારેક પોહછી જાવ છો વગર પાંખ

હવે છેલિ વેળા ઍ વહે છે આંસુ પુરી થઈ મુલાકાત,
બસ દ્વિધા મારી ઍજ છે… કે દુખ થાઈ છે વિરહ નુ કે ખુસી ની છે સરુવાત

આ મૌલિક મુલાકાત વીખરતી જાઇ છે ઝાકળ મા,
હવે તો ફરી ક્યારે જોઈસ ઍ મુખળુ…..આંસુ ઑ કરે છે ઝાકળ બિંદુ રૂપી રજુવાત

આતો સ્વપની કલ્પના છે નિત્ત ની
વેહેમ છે મારો……. ક્યાક્ સ્વપ્ન ના બની જાઇ રાખ,

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements

વાદળો નો વહાલ

ઓગસ્ટ 8, 2010 6 comments

આજે વાદળો નો વહાલ અતિ અપાર થઈ ગયો..
તેના અમૃતિ આન્શુ નો વરસાદ થઈ ગયો..

ક્યાક્ વર્ષી ગરજ સાથે કોપાઈ માન થઈ ગયો..
ક્યાક્ મુર્મ્ જર્જરિત બુંદો નો છટકાવ થઈ ગયો..

આજે વાદળો નો વહાલ અતિયપાર થઈ ગયો..

તારણ હાર ના પ્રેમ મા પાગલ થઈ ગયો..
હરખ મા ને હરખ મા વાદળ ભાન ભૂલી ગયો..

ઠાલવી કારો કેર સફેદ સ્વેત બની ગયો..
ગિર ગર્જના કરી ફરી શાંત થઈ ગયો…

આજે વાદળો નો વહાલ અતિયપાર થઈ ગયો..

હરી..ગોતુ છુ આકાર તારો..તારા બનાવેલા આકાર ને ભૂલી ગયો..
વર્ષાદી વાતાવરણ મા નાચીઝ નિત ખુદ નિત ને ભૂલી ગયો..

વાદળો ની રંગ મા રંગાઈ સરોવર પાર તરી ગયો..
બધાનો તારણ હારો આજ મને ભી તારી ગયો..

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

Categories: કવિતા ટૅગ્સ:,

સૈયા

એપ્રિલ 7, 2010 Leave a comment

તમારી કલ્પનાને કોતરી સજાવૂ હૂ સૈયા..
આંસુ થીયાદ ને વહાવુ હૂ સૈયા

વાટ જોતી રાહુ પિયુ તમ મિલન ની.
દિન રાત વિચારો ને શણગારૂ હૂ સૈયા..

મન થી માયા ન છુટે મમ વિરહ ની
વણ દીઠા વહાલ ને વધાવુ હૂ સૈયા..

ન સમજુ..!! મનાવુ હૂ મન ને.
અણ દીઠા સ્વપ્નો ને હકીકત બનવુ હૂ સૈયા

અંતે પ્રશ્નન પૂછે નિર-જલ નદી-નિત ને…કે
પિયુ…કેમ કરી જીવન વિતવુ હૂ સૈયા…..???

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

મારું

નવેમ્બર 20, 2009 Leave a comment

જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

– ‘શૂન્ય’ પાલનપુરી

વહેમ છે.

ઓક્ટોબર 9, 2009 1 comment

વહેમ છે.
હરિન્દ્ર દવે

Categories: કવિતા ટૅગ્સ:, ,

….ચાહતી રહી….

ઓક્ટોબર 7, 2009 Leave a comment


તમે મારાં છો કે નહીં, જાણ્યાં વિના તમને ચાહતી રહી,
પ્યારની એક કાલ્પનિક દુનિયા, બે પલકોમાં વસાવતી રહી.

ક્યારેક યાદ હદથી વધી જાય, આંસુઓમાં સરકાવતી રહી,
તમે પણ કરતાં હશો વિચારી, પલ્લુ પકડી મલકાતી રહી.

ભીની આંખો, કોરું હૈયું લઈ, સ્નેહનો ધોધ વરસાવતી રહી,
તમે પ્યાસ ધર્યા કરી, હું સાકી બની, શબ્દોનાં જામ પિવડાવતી રહી.

કોરાં રણને ટીપું-ટીપું પાઈ, ઝાકળ ખુદ તરસતી રહી,
જાતને નિચોવતી હું; સ્પોંજ બની, પ્યાર માટે તરફડતી રહી.

આટલું સુખ, આટલી ખુશી, તો શું મેળવવા ટળવળતી રહી?
કાચાં-પાકાં સપનાનાં પાપડ સાથે, પથારીમાં સળવળતી રહી.

તડકો નિર્લજ્જ ! રણ તરસ્યું રહયું, પ્યાસ તરફડતી રહી,
‘ક્યારેક કોઈ કરજ ચૂકવવાનું બાકી રહી જતું હશે?’, વિચારતી રહી.

ક્યારેક વિખરાતી, ક્યારેક સમેટાતી, હું ખુદને સાચવતી રહી,
ક્યારેક તને ખોવું, ક્યારેક તને પામું, આમ જ ખુદને જીવાડતી રહી.

દીપ્તિ પટેલ ‘શમા’,

Categories: કવિતા ટૅગ્સ:, , ,

મળે ન મળે

ઓક્ટોબર 1, 2009 Leave a comment

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

‘આદિલ’ મન્સૂરી

Categories: કવિતા ટૅગ્સ:,
%d bloggers like this: