Archive

Posts Tagged ‘kavita’

ઍ પ્રથમ મુલાકાત

ડિસેમ્બર 18, 2010 2 comments

કલ્પના ના હતી કે મળશે ઍ મને આજ,
તમને દુરથી નિહાળ્યા… ત્યા તો સરમાઈ ગય મારી આંખ

ત્યા દુર જ રેહજો ના આવશો આશ પાશ,
જેમ જેમ આવો છો નજીક……ત્યા તો લાગે છે ડર, થોડી સરમ, થોડી લાજ

તમારા સ્મિત મા સમાઇ જાવ આજ,
ના વધારો હય્યા પર ભાર…..ભેળવી લ્યો આ આત્માને તમ આત્મા સંગાથ

હજુ તો મિલન વેળાં ની સારુવાત થઈ,
જરા થઈ બે ચાર વાત…ત્યા તો વીતી ગય પુરી રાત.

હજુ તો ભળ્યા તા સ્વાસો મા સ્વાસ,
સ્પર્શી રહ્યા તા બે પાંદ…ત્યા તો વીંચાઈ ગઈ આંખ.

રોકી રાખુ સમય ને બસ બેસી રાહુ તમારી સાથ
ક્યારેક હોવ છો બહુ દુર….તો ક્યારેક પોહછી જાવ છો વગર પાંખ

હવે છેલિ વેળા ઍ વહે છે આંસુ પુરી થઈ મુલાકાત,
બસ દ્વિધા મારી ઍજ છે… કે દુખ થાઈ છે વિરહ નુ કે ખુસી ની છે સરુવાત

આ મૌલિક મુલાકાત વીખરતી જાઇ છે ઝાકળ મા,
હવે તો ફરી ક્યારે જોઈસ ઍ મુખળુ…..આંસુ ઑ કરે છે ઝાકળ બિંદુ રૂપી રજુવાત

આતો સ્વપની કલ્પના છે નિત્ત ની
વેહેમ છે મારો……. ક્યાક્ સ્વપ્ન ના બની જાઇ રાખ,

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

Advertisements

માફી માંગી લવ

ડિસેમ્બર 17, 2010 3 comments

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

ચૂંટેલા ફૂલો ને ફરી તેની શાખા ઍ રાખી દવ
મારેલા જીવો ના પ્રાણ ને મારૂ જીવતર આપી દવ
ચાલુ જો ખોટા રસ્તે હૂ…તો મારો પથ બદલાવી લવ

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

પામે છે સુખ સમૃદ્ધિ સવ… ઈશ્વર હૂ તુજ ને પામી લવ
મળે જો આંગળી તમ હાથ ની તો હાથ મિલાવી લવ
જરાક પામુ જો પ્રતિબિંબ તમારુ… તો જાખુ ચિત્ર બનાવી લવ

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

કરી સારુવાત પ્રીતિની થયુ દુનિયા જીતી લાવ
માંગે જો કોઈ તણખલુ હેટ નુ તો મારૂ સર્વસ્વ આપી દવ
કહે ખોટો પ્રશ્નન મુજ ને આ દુનિયા…. હૂ ખુદ ની કેમ ઉકેલી લવ

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

નથી આખરી કાય ઈછા મારી સુ ખુદ ને મનાવી લવ
ઘણી હસે ભૂલો મારી કેમ તેને સુધારી લવ
મળે જો મોકો મડે જો મોકો…. ના ચીઝ નિત્ત હુ ખુદ ને રાખ બનાવી લવ….

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

બાળપણ ની યાદ આવી ગઈ

જુલાઇ 22, 2010 5 comments

ફરી આજ અકે નવી રાત આવી ગઈ..
ઍકલ્તા ના આંધારા મા યાદ ઘણી વાત આવી ગઈ…

ઍ નાન-પણ ની જૂની જાંખી ઓ..
ઍ કાલા શબ્દો ના અર્થ વિહીન વાક્યો..
ઍ મધુર મા ના હાલરડાં ની મને યાદ આવી ગઈ..

ફરી આજ અકે નવી રાત આવી ગઈ..
ઍકલ્તા ના આંધારા મા યાદ ઘણી વાત આવી ગઈ…

ઍ ચાર પગે દોડવુ.. ના આવડે છતા પણ બોલવુ..
ઍ મોટર ગાદી ની જીદ પકડી જોર જોર થી રડવુ..
ઍ પાપા ઍ પુરી કેરેલી દરેક જીદ ની મને યાદ આવી ગઈ..

ફરી આજ અકે નવી રાત આવી ગઈ..
ઍકલ્તા ના આંધારા મા યાદ ઘણી વાત આવી ગઈ…

ઍ સવાર સવાર મા રડી ને શાળા જવુ..
ઍ નાવા નાવા બાના બતાવી રોજ મા ને માનવુ..
ઍ મમતા ના વહાલ ના ફટકાર ની મને યાદ આવી ગઈ..

ફરી આજ અકે નવી રાત આવી ગઈ..
ઍકલ્તા ના આંધારા મા યાદ ઘણી વાત આવી ગઈ…

ઍ કજીયા કરી બેન-ભાઈ નુ માથુ પકાવ વૂ..
ઍ દાદા ની હાથી બનાવી તેની પીઠ પર બેસવુ..
ઍ દાદી મા ની વાર્તા ઑ ના ખજાના ની મને યાદ આવી ગઈ…

ફરી આજ અકે નવી રાત આવી ગઈ..
ઍકલ્તા ના આંધારા મા યાદ ઘણી વાત આવી ગઈ…

ઍ વરસાદી સાંજ..અને પાણી નો ધોધ બહાવ..
ઍ વીજળી ના ચમકરા..અન વાદળો ના કડકા..
ઍ પુસ્તકો ના પન્નાની બનાવેલી કસ્તી મને યાદ આવી ગઈ..

ફરી આજ અકે નવી રાત આવી ગઈ..
ઍકલ્તા ના આંધારા મા યાદ ઘણી વાત આવી ગઈ…

ઍકલ્તા ના વાયરામા યાદો ની ભરમાર વ્યાપી ગઈ..
રાત પુછે નીત ને કેમ આજ આંખો મા ભિનાશ આવી ગઈ..???
નીત કહે રાત ને આ તો વીતેલી બાળપણ ની યાદ આવી ગઈ..
આંખ ખુલતા જ તો નવી પ્રભાત આવી ગઈ..

ફરી આજ અકે નવી રાત આવી ગઈ…
ઍકલ્તા ના આંધારા મા યાદ ઘણી વાત આવી ગઈ…

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

ના બનુ હૂ

એપ્રિલ 12, 2010 2 comments

ના બનુ હૂ પડછાયો મારો, આંધકારમા સાથ છોડી દેસે…
ના બનુ હુ પ્રતિબિંબ મારૂ, દર્પણ તૂટતા આશ તોડી દેસે…

ના બનુ હૂ અલંકાર ઍવુ, ક્યાક્ ખૂણા મા મને જડી દેસે….
ના બનુ હૂ કલાકાર ઍવો, કોઈ પાગલ કઈ હસી દેસે…

ના બનુ હૂ ખારુ આસુ આ આંખ નુ, બધા ખુસી અને દુખ મા રોઈ દેસે..
ના બનુ હૂ સારુ સ્વપ્ન આ આંખ નુ, બસ આંખ ખુલતા જ મને ખોઇ દેસે…

ના બનુ હૂ સુવાળુ પીંછુ આ પાંખ નુ, નવુ આવતા મને ખંખેરી દેસે…
ના બનુ હુ રૂપાળુ ચિત્ર આ સાખ નુ, સમય બદલાતા મને ફ્ન્કેરિ દેસે..

હતુ કે અંતે બનુ તમારા પગ ની રજ…કારણ..સદાય સાથ દેસે…
પણ ખબર ના હતી મને…કે….. નિત
ઍ નદીના ઝરણા મા પગ બોડસે… અંતે છેલિ આશ પણ મને ત્યજી દેસે….

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

સૈયા

એપ્રિલ 7, 2010 Leave a comment

તમારી કલ્પનાને કોતરી સજાવૂ હૂ સૈયા..
આંસુ થીયાદ ને વહાવુ હૂ સૈયા

વાટ જોતી રાહુ પિયુ તમ મિલન ની.
દિન રાત વિચારો ને શણગારૂ હૂ સૈયા..

મન થી માયા ન છુટે મમ વિરહ ની
વણ દીઠા વહાલ ને વધાવુ હૂ સૈયા..

ન સમજુ..!! મનાવુ હૂ મન ને.
અણ દીઠા સ્વપ્નો ને હકીકત બનવુ હૂ સૈયા

અંતે પ્રશ્નન પૂછે નિર-જલ નદી-નિત ને…કે
પિયુ…કેમ કરી જીવન વિતવુ હૂ સૈયા…..???

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

તો હુ શુ કરુ

જાન્યુઆરી 27, 2010 7 comments

સ્વપ્નો ની સાંજે હુ સ્વપ્ન મા હોવ, પણ
અચાનક, હિચકી આવતા સ્વપ્ન ક્ષણ-ક્ષણ તૂટે…… તો હુ શુ કરુ….?

કલ્પના સહેજ કઠીન મારી કે હુ તેના સ્વાસ મા હોવ, પણ
અચાનક, તેની યાદ આવતા સ્વાસ પલ-પલ ખૂટે……તો હુ શુ કરુ….?

આંખો ને મનાવુ ન રોવુ કોઈ ના માટે, પણ
અચાનક, આ પલકો માથી નયન-બિંદુ ટપકી પડે…….તો હુ શુ કરુ….?

ચાલુ હૂ જાણી-જાણી પ્રીત જલ ના સ્વપ્ન માટે, પણ
અચાનક, આ પંથ પરથી પગ સરકી પડે……તો હુ શુ કરુ….?

સ્વજનો કહે મને કે ઍક વાર ઍ સમય આવસે, પણ
અચાનક, ઍ સમય મા ઍજ ના રહે……..તો હુ શુ કરુ….?

મારી કલમ ના આંસુ….!! કહે મુજને કે નશીબ ના ખેલ છે ” નિત”, પણ
અચાનક, અંતે જીવન મા નશીબ જ ના રહે……તો હુ શુ કરુ….?

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

તો મને સમજાવ જે

નવેમ્બર 18, 2009 Leave a comment

ઍક અર્થ પ્રેમ નૉ તૂ સમજે, તો મને સમજાવ જે.

પ્રેમ ઍટલે સ્પર્સ નહી,
પ્રેમ ઍટલે શર્મ નહી,
પ્રેમ ઍટલે પુજા નહી,
પ્રેમ ઍટલે પ્રાર્થના નહી.

પણ, આ આશુ રૂપી જલ ને તૂ સમજે, તો મને સમજાવ જે.
ઍક અર્થ પ્રેમ નૉ તૂ સમજે, તો મને સમજાવ જે.

અલગ-અલગ ભાષા આ પ્રેમ ની,
અલગ-અલગ આશા આ પ્રેમ ની,
અલગ-અલગ રીત આ પ્રેમ ની,
અલગ-અલગ પ્રીત આ પ્રેમ ની,

પણ, આ અલગ-અલગ અંશ ને તૂ સમજે, તો મને સમજાવ જે.
ઍક અર્થ પ્રેમ નૉ તૂ સમજે, તો મને સમજાવ જે.

[મારી કલમ ના આંસુ….!!!] Neet

%d bloggers like this: