Archive

Posts Tagged ‘sayari’

તકલીફ

ઓક્ટોબર 9, 2009 Leave a comment

આંખો ની તકલીફ કેમ કેવિ…?
તકલીફ કેવા મા પણ તકલીફ થાય છે.
થયુ ઍમ ક આંસુઓ થી દિલ ની વાત કહી દવ
પણ આયી તો આંસુ ના પણ બે-બે મતલબ થાય છે..

***************************************

હમેસા મજાક મા થોડી સચ્ચાઈ હાય છે.
ખાલી ખાલી પુછવા મા જાણવાની ઈચ્છા હોય છે.
બેખબર ને પણ થોડી ખબર હોય છે..
અને I dont care મા પણ થોડી care હોય છે.

Categories: શાયરી ટૅગ્સ:,

જીવન બની જશે

ઓક્ટોબર 6, 2009 Leave a comment

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .

જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .

– ‘મરીઝ’

Categories: શાયરી ટૅગ્સ:,

કેમ છે ઉદાસ?

ઓક્ટોબર 5, 2009 1 comment

સરોવર શાંત છે તૂ કેમ છે ઉદાસ?
વરસાદ ની છે રાહ, ફરફરે ચે ઘાસ.
આમ નરી આંખે કાઇ દેખાય ભલે નહી.
છતા ખાત્રી રાખજે કોઈ છે આસપાસ…

*********************************

કઈક વહાલ ની તો કઈક વેદના ની છે વાત.
વિરહ ની વ્યથા મા છે ટૂંકી મુલાકાત.
ક્યારેક દિવસ વીતી જાય છે બંધ આંખે..
તો ક્યારેક ખૂલી આંખે ગુજરવી પડે છે રાત.

Categories: શાયરી ટૅગ્સ:, ,
%d bloggers like this: