Archive

Archive for જાન્યુઆરી, 2010

તો હુ શુ કરુ

જાન્યુઆરી 27, 2010 7 comments

સ્વપ્નો ની સાંજે હુ સ્વપ્ન મા હોવ, પણ
અચાનક, હિચકી આવતા સ્વપ્ન ક્ષણ-ક્ષણ તૂટે…… તો હુ શુ કરુ….?

કલ્પના સહેજ કઠીન મારી કે હુ તેના સ્વાસ મા હોવ, પણ
અચાનક, તેની યાદ આવતા સ્વાસ પલ-પલ ખૂટે……તો હુ શુ કરુ….?

આંખો ને મનાવુ ન રોવુ કોઈ ના માટે, પણ
અચાનક, આ પલકો માથી નયન-બિંદુ ટપકી પડે…….તો હુ શુ કરુ….?

ચાલુ હૂ જાણી-જાણી પ્રીત જલ ના સ્વપ્ન માટે, પણ
અચાનક, આ પંથ પરથી પગ સરકી પડે……તો હુ શુ કરુ….?

સ્વજનો કહે મને કે ઍક વાર ઍ સમય આવસે, પણ
અચાનક, ઍ સમય મા ઍજ ના રહે……..તો હુ શુ કરુ….?

મારી કલમ ના આંસુ….!! કહે મુજને કે નશીબ ના ખેલ છે ” નિત”, પણ
અચાનક, અંતે જીવન મા નશીબ જ ના રહે……તો હુ શુ કરુ….?

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

પ્રજાસત્તાક બન્યા, પણ આપણે શું કર્યું?

જાન્યુઆરી 26, 2010 Leave a comment


આપણે વધુ એક પ્રજાસત્તાક પર્વ ઊજવીશું, રજા તરીકે. કદાચ સવારે ઘ્વજવંદન કરીશું અથવા ટીવી પર દિલ્હીની પરેડ નિહાળીને તાળીઓ પાડીશું. પછી શું? પ્રજાસત્તાક રાજય બન્યાં પછી, ગણતંત્ર બન્યા પછી શું કર્યું પ્રજા તરીકે આપણે?

આપણે ગુણગાન ગાયાં છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણે કેટલા મહાન છીએ તેના અને આપણો ઐતિહાસિક વારસો કેટલો મહાન છે તેના-આપણે સરકારો ચૂંટી અને આપણા હક્ક માગ્યા. પણ હક્કની સાથે ફરજ પણ હોય છે.

નાગરિકશાસ્ત્રમાં આપણે ભણ્યા છીએ કે હક્ક અને ફરજ સિક્કાની બે બાજુઓ છે. આપણે ફરજ નામની બાજુ તરફ નજર જ નથી નાખતા. કરચોરી કરીએ છીએ, જાહેરમાં થૂંકીએ છીએ, નિયમોનો ભંગ કરીએ છીએ, તંત્રની આંખમાં ધૂળ નાખવાના તમામ ઉપાયો કરી લઈએ છીએ.

અને પછી હક્કની માગણી પણ કરીએ છીએ. સમાજ માટે દાખલારૂપ બને એવું કામ કેટલા નાગરિકો કરે છે? આંગળીના વેઢે ગણાય એટલા.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી વખતે કયારેય આ વિચાર્યું છે? દેશ મારા માટે શું કરશે એવું સતત પૂછ્યું છે પણ કયારેય આત્મનિરીક્ષણ કરીને જોયું છે કે મેં દેશ માટે શું કર્યું?

પ્રજાસત્તાક પર્વ હોય કે સ્વાતંત્ર્ય પર્વ, ભારત દેશમાં આતંકવાદી હુમલાની આશંકા હોય છે. ચારેકોર હાઇએલર્ટની વચ્ચે ઉજવણી થાય છે. આતંકવાદીઓ કાંઈ લોકલ સપોર્ટ વગર હુમલા કરી શકે નહીં. સ્થાનિક મદદ તેમને મળતી જ હોય છે.

અહીં દેશ પ્રત્યેની ફરજનો મુદ્દો અગ્રેસર થાય છે. ભલે આવા ગદ્દારોની સંખ્યા ઓછી હશે પણ જેટલા છે તેટલા દેશની સલામતી જોખમાવવા માટે પૂરતા છે. આતંકવાદીઓને ટેકાની વાત બહુ જ ખતરનાક લાગતી હોય તો ધંધામાં કરચોરીની વાત લઈએ.

સ્વૈચ્છાએ પૂરેપૂરો કર ચૂકવી દેનારા કેટલા? અને કરચોરી કરવા માટે ખાસ સીએ નીમનારા કેટલા? ખોટા હિસાબો બનાવનારા કેટલા? રેશિયો કયારેય સમાન નહીં હોય. બહુ જ મોટી અસમાનતા જોવા મળશે.

કરચોરીને પણ જો મોટી વાત માનતા હો તો ટ્રાફિકના નિયમોનો દાખલો લો. હવાલદાર ટ્રાફિક પોઇન્ટ પર ન ઊભો હોય છતાં નિયમોનું પાલન કરનાર કેટલા ?

જયારે પ્રજા પોતાની ફરજો પ્રત્યે જાગૃત થાય અને તેને હક્ક જેટલું જ મહત્વ આપે ત્યારે લોકશાહી પરિપૂર્ણ થાય છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ફરજ પ્રત્યે જાગૃત થવાનો પ્રયાસ કરવાનું પ્રણ લઈએ તોપણ ઘણું છે. – જયહિન્દ.

Article From:-

divyabhaskar.co.in પરથી

ક્યો દેશ ક્યારે ગણતંત્ર દિવસ ઉજવે છે ?

જાન્યુઆરી 25, 2010 2 comments


દોસ્તો, જેમ ૨૬ જાન્યુઆરી એ આપણા ભારત દેશનો ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક દિન છે તે જ રીતે વિશ્વના વિવિધ દેશોમાં જુદા-જુદા દિવસે ગણતંત્ર દિવસ ઉજવાય છે. ક્યારે તે જાણીએ…

પાકિસ્તાન

૨૩ માર્ચે પાકિસ્તાનમાં ગણતંત્ર દિન ઉજવાય છે. આ દિવસે ૧૯૫૬માં પાકિસ્તાનનું પોતાનું બંધારણ લાગુ થયું.

સાઉથ આફ્રિકા

૧૯૬૧ થી ૧૯૯૪ સુધી સાઉથ આફ્રિકામાં ૩૧મેના રોજ ગણતંત્ર દિવસ ઉજવાતો રહ્યો. પછી કેટલાક વર્ષો સુધી આ રીતે થતી ઉજવણી બંધ થઈ ગઈ પણ હવે ફરીથી આ ઉપક્રમ ચાલુ થયો છે.

ઈટાલી

૨ જૂન, ૧૯૪૬માં ઈટાલીમાં રાજાશાહી પૂરી થઈ અને તે એક રિપબ્લિક દેશ જાહેર થઈ ગયો.

ચીન

૧૦ ઓક્ટોબરે ચીનમાં નેશનલ હોલીડે મનાવવામાં આવે છે, કારણ કે એ દિવસે ૧૯૧૧માં તે ગણતાંત્રિક રાષ્ટ્ર બન્યું.

કઝાકિસ્તાન

કઝાકિસ્તાનમાં ૨૫ ઓક્ટોબરે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે સોવિયેત સંઘ વિઘટિત થયો અને કઝાકિસ્તાન એક રિપબ્લિક રાષ્ટ્ર જાહેર થયું.

માલદીવ

માલદીવમાં ૧૧ નવેમ્બરના દિવસે ગણતંત્ર દિવસ ઉજવે છે.

પોર્ટુગલ

૫ ઓક્ટોબર, ૧૯૧૦માં પોર્ટુગલ એક રિપબ્લિક દેશ બન્યો.

બ્રાઝિલ

૧૫ નવેમ્બર, ૧૮૮૯માં બ્રાઝિલ ગણતાંત્રિક રાષ્ટ્ર બન્યું.

આર્મીનિયા અને અજરબેજાન

૨૮ મે, ૧૯૧૮ના રોજ આર્મીનિયા અને અજરબેજાન ટ્રાન્સકોકાશિયન ડેમોક્રેટિકથી સ્વતંત્ર જાહેર થયો.

અન્ય દેશોમાં રિપબ્લિક ડે

અલ્બાનિયા : ૧૧ જાન્યુઆરી

ગ્રીસ : ૨૪ જુલાઈ

ઘાના : ૧ જુલાઈ

ગયાના : ૨૩ ફેબ્રુઆરી

ઈરાન : ૧ એપ્રિલ

કેન્યા : ૧૨ ડિસેમ્બર

નેપાલ : ૨૮ મે

તુર્કી : ૨૯ ઓક્ટોબર

નોર્થ કોરિયા
: ૯ સપ્ટેમ્બર

Article From:-

24dunia.com પર થી

પોતાના દિલનો અવાજ સાંભળો

જાન્યુઆરી 24, 2010 1 comment

હાલમાં જ રાજકુમાર હીરાણીની ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ જોતી વખતે અનેક વિચારો આવ્યા. આ ફિલ્મ આજની હકીકતને બહુ સુંદર રીતે રજૂ કરે છે. ફિલ્મની વાર્તા એન્જિનિયરિંગના ત્રણ વિધાર્થીઓની આસપાસ ફરે છે, જેમને બળજબરીથી આ અભ્યાસ માટે મોકલવામાં આવે છે, જયારે તેમને કંઈક બીજું કરવું છે.

દરેક વ્યકિતના જીવનમાં કયારેક તો આવો સમય આવે જ છે, જયારે તેને નક્કી કરવું પડે છે કે તે કયું ક્ષેત્ર પસંદ કરવા માગે છે? વિકલ્પ નક્કી થયા બાદ જ તેના ભવિષ્યના કોર્સનું નિર્ધારણ થાય છે. દુર્ભાગ્યથી આજે આપણે તે કામ નથી કરી શકતા, જે વાસ્તવમાં કરવા માગીએ છીએ. આપણી પોતાની ઇરછાઓ અને અભિરુચિઓ વાલી, શિક્ષક, ભાઈબંધોની ઇરછાઓ સહિત નામ અને દામ પાછળ ભાગી રહેલી દુનિયાની આકાંક્ષાઓના ભાર હેઠળ દબાઈ જાય છે.

આપણી પોતાની રુચિ શું છે ? આપણે શું બનવા માગીએ છીએ, જેનાથી આપણને સંતુષ્ટિ થાય? આ પ્રકારના પ્રશ્નો પાછળ રહી જાય છે.લેખક હર્વે ટેલરે કહ્યું હતું કે, ‘હું મારા માટે વિચારું છું. હું આ ભીડની ધેટાંચાલનો ભાગ બનવાનો ઇનકાર કરું છું. નહીં તો હું એવો જિન બની જઈશ, જેના મનમાં જીવન પ્રત્યે કોઈ ઉત્સાહ કે ભાવના નથી.’ આવો નિર્ણય કરવો બહુ અઘરો હોય છે, કારણ દુનિયાનું દબાણ જબરદસ્ત હોય છે.

આજે વધારે જોર શકિત અને સમૃદ્ધિ પર હોય છે, જેને તમારા વ્યકિતત્વ સાથે જોડીને જોવામાં આવે છે. આ ફિલ્મ મર્મસ્પર્શી ઢંગથી સવાલ કરે છે કે તમે તાકાત અને પૈસા ખૂબ મેળવી શકો છો, પરંતુ શું તમે એક એવા માણસ બનવાનું નથી ઇરછતા, જે નાજુક વળાંક પર પોતાના દિલનો અવાજ સાંભળે.આજે મેડિસનિ અને એન્જિનિયરિંગને જ સફળતાની ચરમ સીમા મનાય છે. ફોટોગ્રાફી અને સંગીત સાથે જોડાયેલા ને નિષ્ફળ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં એકવાર ફરી ચાર માર્ગીય રસ્તા પર ઊભેલા યુવાઓની મહત્તા વધી જાય છે.

તમારા જીવન સાથે જોડાયેલા મુખ્ય મહત્ત્વનો નિર્ણય તમારે જ કરવાનો છે. તમારી પાસે સમય ઓછો છે, તેને કોઈ બીજાનું જીવન જીવવા માટે બર્બાદ ન કરો. કોઈ બીજાના મંતવ્યને તમારા અંતરાત્મા પર હાવી ન થવા દો.

તમારા દિલના અવાજ મુજબ પગલાં ભરો. તમારું અંતર્મન કોઈ ને કોઈ રીતે એ જાણી લે છે કે, તમે વાસ્તવમાં શું બનવા માગો છો.
-એન. રઘુરામન

Categories: આર્ટિકલ્સ ટૅગ્સ: