Archive

Posts Tagged ‘Gujarati Sayri’

યાદ કેવી વાત આવી ગઇ

જૂન 9, 2010 Leave a comment

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું


અમૃત ઘાયલ

Categories: શાયરી ટૅગ્સ:,

પ્રેમ

ઓક્ટોબર 9, 2009 Leave a comment

બંધ આંખે બધુ જોવુ પડે છે.
ઍક પણ આન્શુ વગર રોવુ પડે છે.
આજ તો છે જીવન ની કરુણતા….
કે સમય ને સંજોગ કહી ને કેટલુય ખોવુ પડે છે.

**********************************

ક્યાક્ ધોધમાર વરસાદ વરસી જાઇ છે.
તો ક્યાક્ ઍક બુંદ ની પ્યાસ રહી જાઇ છે.
હોઈ ને મળે છે હેજાર ચહેરા પ્રેમ મા.
તો કોઈ ઍક ચહેરા માટે તરસી જાઇ છે.

**********************************

નયન મળતા નયન સરમાઈ જસે.
દિલ મળતા દિલ હરખાઇ જસે.
જિંદગી છે તો પ્રેમ કેરી જોજો.
સ્વર્ગ સૂ છે, જીવતા જીવજ સમજાઈ જસે

Categories: શાયરી ટૅગ્સ:,

તકલીફ

ઓક્ટોબર 9, 2009 Leave a comment

આંખો ની તકલીફ કેમ કેવિ…?
તકલીફ કેવા મા પણ તકલીફ થાય છે.
થયુ ઍમ ક આંસુઓ થી દિલ ની વાત કહી દવ
પણ આયી તો આંસુ ના પણ બે-બે મતલબ થાય છે..

***************************************

હમેસા મજાક મા થોડી સચ્ચાઈ હાય છે.
ખાલી ખાલી પુછવા મા જાણવાની ઈચ્છા હોય છે.
બેખબર ને પણ થોડી ખબર હોય છે..
અને I dont care મા પણ થોડી care હોય છે.

Categories: શાયરી ટૅગ્સ:,