Archive

Archive for ઓગસ્ટ, 2010

શુકામે દોષ આપુ

ઓગસ્ટ 9, 2010 5 comments

ઍ હાલત તો પેલા થી જ હતી મારી કે કોઈ હોય નારજ નિત્ત થી..
છતા દીપ મા દીવેલ જ ઑછુ હોય, તો શુકામે દોષ આપુ હૂ હવાને..

આ વાંકીચૂકી રાહોમા મળે જો પથ-દર્શક નિત્ત ને..
છતા જો પંથ ખોટો હોય, તો શુકામે દોષ આપુ હૂ દિશાને..

ભીંજાવુ હતુ અપાર આ પ્રેમાળ ભવસાગર મા નિત્ત ને..
છતા જો સાગારતટ ના મળે, તો શુકામે દોષ આપુ હૂ નિર ને..

દેખાતુ હતુ ઍ ચિત્ર ધરતી-આભ મિલન નિત્ત ને..
છતા ઝાંકળ મા દ્રશ્ય ધુંધળુ લાગે, તો શુકામે દોસ આપુ હૂ ક્ષિતિજ ને..

વ્યવહારો ની દુનિયા મા કોઈ સમજે ના સમજે નિત્ત ને..
બધા મતલબ થી જીવતા હોય, તો શુકામે દોષ આપુ હૂ આ રીત ને..

ધારી-વિચારી ઘણા સ્નેહ થી પ્રીત કરે જલ-નિત્ત ને..
છતા પ્રભુ તારી કૃપા હોય તેમ થાય, તો શુકામે દોષ આપુ હૂ મારા નશીબ ને..

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

વાદળો નો વહાલ

ઓગસ્ટ 8, 2010 6 comments

આજે વાદળો નો વહાલ અતિ અપાર થઈ ગયો..
તેના અમૃતિ આન્શુ નો વરસાદ થઈ ગયો..

ક્યાક્ વર્ષી ગરજ સાથે કોપાઈ માન થઈ ગયો..
ક્યાક્ મુર્મ્ જર્જરિત બુંદો નો છટકાવ થઈ ગયો..

આજે વાદળો નો વહાલ અતિયપાર થઈ ગયો..

તારણ હાર ના પ્રેમ મા પાગલ થઈ ગયો..
હરખ મા ને હરખ મા વાદળ ભાન ભૂલી ગયો..

ઠાલવી કારો કેર સફેદ સ્વેત બની ગયો..
ગિર ગર્જના કરી ફરી શાંત થઈ ગયો…

આજે વાદળો નો વહાલ અતિયપાર થઈ ગયો..

હરી..ગોતુ છુ આકાર તારો..તારા બનાવેલા આકાર ને ભૂલી ગયો..
વર્ષાદી વાતાવરણ મા નાચીઝ નિત ખુદ નિત ને ભૂલી ગયો..

વાદળો ની રંગ મા રંગાઈ સરોવર પાર તરી ગયો..
બધાનો તારણ હારો આજ મને ભી તારી ગયો..

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet

Categories: કવિતા ટૅગ્સ:,

ઝુકેલી આંખો ના છે છલક્તા જામ

ઓગસ્ટ 1, 2010 Leave a comment

ઝુકેલી આંખો ના છે છલક્તા જામ..
મળે જો નજર થી નજર તો થાય કામ..

બીડેલા હોઠો મા છે અણ કહ્યા સવાલ..
કહો જો મુખ થી તો ખુસી થાઈ અપાર..

મુખડાના સ્મિત મા છે અદભૂત માયાઝાળ..
કહે છે ઍ મંન થી ઘણી અજાણી વાત..

ધીરજ ખૂટી છે, હૈયુ હરખે છે..
મળે જો દિલ થી દિલ તો ” ચેતના “ થાય નિહાલ..

:-ચેતના