Archive

Archive for the ‘કવિતા’ Category

ઍ પ્રથમ મુલાકાત

ડિસેમ્બર 18, 2010 2 comments

કલ્પના ના હતી કે મળશે ઍ મને આજ,
તમને દુરથી નિહાળ્યા… ત્યા તો સરમાઈ ગય મારી આંખ

ત્યા દુર જ રેહજો ના આવશો આશ પાશ,
જેમ જેમ આવો છો નજીક……ત્યા તો લાગે છે ડર, થોડી સરમ, થોડી લાજ

તમારા સ્મિત મા સમાઇ જાવ આજ,
ના વધારો હય્યા પર ભાર…..ભેળવી લ્યો આ આત્માને તમ આત્મા સંગાથ

હજુ તો મિલન વેળાં ની સારુવાત થઈ,
જરા થઈ બે ચાર વાત…ત્યા તો વીતી ગય પુરી રાત.

હજુ તો ભળ્યા તા સ્વાસો મા સ્વાસ,
સ્પર્શી રહ્યા તા બે પાંદ…ત્યા તો વીંચાઈ ગઈ આંખ.

રોકી રાખુ સમય ને બસ બેસી રાહુ તમારી સાથ
ક્યારેક હોવ છો બહુ દુર….તો ક્યારેક પોહછી જાવ છો વગર પાંખ

હવે છેલિ વેળા ઍ વહે છે આંસુ પુરી થઈ મુલાકાત,
બસ દ્વિધા મારી ઍજ છે… કે દુખ થાઈ છે વિરહ નુ કે ખુસી ની છે સરુવાત

આ મૌલિક મુલાકાત વીખરતી જાઇ છે ઝાકળ મા,
હવે તો ફરી ક્યારે જોઈસ ઍ મુખળુ…..આંસુ ઑ કરે છે ઝાકળ બિંદુ રૂપી રજુવાત

આતો સ્વપની કલ્પના છે નિત્ત ની
વેહેમ છે મારો……. ક્યાક્ સ્વપ્ન ના બની જાઇ રાખ,

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

માફી માંગી લવ

ડિસેમ્બર 17, 2010 3 comments

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

ચૂંટેલા ફૂલો ને ફરી તેની શાખા ઍ રાખી દવ
મારેલા જીવો ના પ્રાણ ને મારૂ જીવતર આપી દવ
ચાલુ જો ખોટા રસ્તે હૂ…તો મારો પથ બદલાવી લવ

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

પામે છે સુખ સમૃદ્ધિ સવ… ઈશ્વર હૂ તુજ ને પામી લવ
મળે જો આંગળી તમ હાથ ની તો હાથ મિલાવી લવ
જરાક પામુ જો પ્રતિબિંબ તમારુ… તો જાખુ ચિત્ર બનાવી લવ

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

કરી સારુવાત પ્રીતિની થયુ દુનિયા જીતી લાવ
માંગે જો કોઈ તણખલુ હેટ નુ તો મારૂ સર્વસ્વ આપી દવ
કહે ખોટો પ્રશ્નન મુજ ને આ દુનિયા…. હૂ ખુદ ની કેમ ઉકેલી લવ

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

નથી આખરી કાય ઈછા મારી સુ ખુદ ને મનાવી લવ
ઘણી હસે ભૂલો મારી કેમ તેને સુધારી લવ
મળે જો મોકો મડે જો મોકો…. ના ચીઝ નિત્ત હુ ખુદ ને રાખ બનાવી લવ….

થયુ છે આજ પ્રભુ તુજ ની પાસે માફી માંગી લવ
સમય છે ઓછો કરેલી ભૂલો ને પાછી વારી લવ…….

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

આભાર કેનો માનુ….

ઓક્ટોબર 28, 2010 1 comment

આભાર કેનો માનુ….?? ઈશ્વર નો કે માત-પિતાનો….???
ઍક ઍ જીવન આપ્યુ….ને ઍક ઍ જીવતા શીખવાડ્યુ…

આભાર કેનો માનુ….?? ઈશ્વર નો કે માત-પિતાનો….???
ઍક ઍ ચરણ આપ્યા… ને ઍક ઍ ચાલતા શીખવાડ્યુ…

આભાર કેનો માનુ….?? ઈશ્વર નો કે માત-પિતાનો….???
ઍક ઍ ઉંઘ આપી… ને ઍક ઍ હાલારડા ગાઈ ઉંઘાડ્યો…

આભાર કેનો માનુ….?? ઈશ્વર નો કે માત-પિતાનો….???
ઍક ઍ ભૂખ આપી… ને ઍક ઍ વહાલ થી ખવાડાવ્યુ…

આભાર…” નિત્ત…” બંને નો માનુ……
ઍક છે સ્વાસ તો ઍક છે મારી શરુવાત…
ઍક છે શબ્દ તો ઍક છે શબ્દોની શરુવાત….

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

Categories: કવિતા ટૅગ્સ:, ,

તમારી યાદ આવે છે

ઓક્ટોબર 22, 2010 2 comments

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે..
વિરહ ની આ ઘડીઓ મા આંખલડી ને આન્શુ આવે છે

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે…!!!

નસીબ સુ મારૂ આ….. જે માંગુ ઍ દુર ભાગે છે….
તમારી યાદ મા આ જીવન વિતાવવુ વસમુ લાગે છે
ઝખ્મો પડે છે રૂદિયા મા કટારી હય્યે વાગે છે

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે…!!!

ઉભી છુ હુ મધદરિયે કિનારો દુર લાગે છે..
નાવ મારા વિચારો ની….હવા ના જોકે ચાલે છે
ભરુ હુ ખોબો ખુસીઓ નો પણ હાથ મા છીપલા આવે છે..

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે…!!!

જરાક સાંભડો આ રાત ની વાચા તમને પુકારે છે
તમારી યાદ મા આ પલકો પુરી રાત જાગે ચે..
તમારી કલ્પના મા…. પૂનમ નો ચાંડ આજે જખોલાગે ચે..

કહુ સુ કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે…!!!

શણગાર તમારી યાદો નો જરા આમ શણગાર્યો છે..
શરીર સાથ દે ના દે ત્તમ પ્રેમ ને રૂહે લગાડ્યો છે
સંગમ મળે આ સ્વાશો નો માટે જીવ ને બળતો રાખ્યો છે….

કહુ સુ…” નિત્ત ” કઈ રીતે….. મુજને તમારી યાદ આવે છે..
વિરહ ની આ ઘડીઓ મા……જલ ભીની આંખલડી ને આન્શુ આવે છે

From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet

ભીનાશ

ઓક્ટોબર 6, 2010 7 comments

દુર થી નિહાળી રાત ને આકાશ મા તારા ઓ ની ગણતરી કરતી જાવ છુ..
પ્રથમ પ્રણય ની વીતેલી ઘડીઓ ને ગુંથી…પોતામા જ ગુંથાતી જાવ છુ..

યાદ કરતી હોવ છુ ઍ ભીનાશ ને.. તમારા પવિત્ર પ્રેમ-મેઘ મા ભીંજાતી જાવ છુ..
ફુલ નહી માત્ર પાંખડી તમારી પ્રીત ની…હવે વિરહ મા રોજ-રોજ કર્માતી જાવ છુ…

હૂ માળા બની સ ર ગ મ બનુ તમારા રાગ ની..ઍક મધુર સ્પર્શ થી વીખરાઇ જાવ છુ..
હજુ તો ઍક મિલન વેળા ગઈ છે..હંમેસ ઍ સમય ની યાદ મા લીન બની જાવ છુ..

આ તે કેવો કામણ કર્યો તમે…? કેમ ઘડી-ઘડી અધીરી બનતી જાવ છુ…?
જેટલી કોશિશ કરુ દૂર જવાની…ઍટલી જ નજીક આવતી જાવ છુ…

તમારા ઍહ્સાશ ની મહેક મા ખોવાઈ હુ નિરંતર સુગંધ બનતી જાવ છુ..
હવાઓ ને ફરિયાદ કરતી હુ ઘેલી… ઍ ભૂલી જાવ છુ……. કે…. નિત્ત..

રાહ જુવે છે આ ડાળી વસંત ની….કારણ…
હુ આ પાનખર મા ક્ષણ-ક્ષણ ખરતી જાવ છુ…..

From:-

[મારી કલમ ના આંસુ….!!!] Neet